મણિપુરમાં પરિસ્થિતિથી હિંસા શરૂ થઈ, તેના પર રાજનીતિ ન થવી જોઈએઃ અમિત શાહ
Amit Shah On Manipur: મણિપુર હિંસાના મુદ્દાને લઈને સંસદના ચોમાસુ સત્રમાં પહેલા દિવસથી હોબાળો જોવા મળી રહ્યો છે. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસા પર દરેક સવાલનો જવાબ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Amit Shah Speech: લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર મણિપુર હિંસા પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હું ચર્ચા માટે તૈયાર છું. તે ચર્ચા ઈચ્છતા નથી. તેને માત્ર વિરોધ કરવાનો છે. મારી ચર્ચાથી સંતુષ્ટ ન થાય તો પીએમ પણ નિવેદન આપવા માટે વિચાર કરત.
અમિત શાહે કહ્યુ કે સું સમજે છે કે હંગામો કરી અમને ચુપ કરાવી દેશે. મને ચુપ ન કરાવી શકે. દેશની જનતાનું સમર્થન છે. મણિપુરમાં જે હિંસક ઘટના થઈ છે, તેના પર વિગતવાર વાત કરીશ. હું વિપક્ષથી સહમત છું કે મણિપુરમાં હિંસાનું તાંડવ થયું છે. આ ઘટનાને કોઈ સ્વાકારી શકે નહીં. આ ઘટના શરમજનક છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિજન્ય હિંસા છે. દેશને જણાવવા ઈચ્છુ છું કે દેશના પ્રધાનમંત્રીએ મને રાત્રે 4 કલાકે અને બીજા દિવસે 6.30 કલાકે ફોન કર્યો અને આ કહી રહ્યાં છે કે મોદીજી ધ્યાન આપી રહ્યાં નથી. ત્રણ દિવસ સુધી અમે સતત ત્યાં કામ કર્યું. 16 વીડિયો કોન્ફરન્સ કરી, 36 હજાર જવાનો મોકલ્યા છે. ત્યાં ચીફ સેક્રેટરી અને ડીજીપી બદલી દેવામાં આવ્યા. ત્યાં સુરક્ષા સલાહકાર પણ મોકલવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ભારત સરકારે ચીફ સેક્રેટરી અને ડીજીપી મોકલ્યા. ત્રણ તારીખે હિંસા થઈ અને ચાર તારીખે બધુ સમાપ્ત થઈ ગયું. તે કહે છે કે 365 (રાષ્ટ્રપતિ શાસન) કેમ ન લગાવ્યું. 356 ત્યારે લગાવવામાં આવે છે જ્યારે હિંસાના સમયે રાજ્ય સરકાર સહયોગ ન કરે. અમે જેની બદલી કરી તેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. મુખ્યમંત્રી ત્યારે બદલવામાં આવે છે, જ્યારે તે મદદ ન કરે. મુખ્યમંત્રી મદદ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, ચર્ચાને લઈને પ્રધાનમંત્રી વિચાર પણ કરે છે, પરંતુ જ્યારે ગૃહમંત્રીને બોલવા ન દેવામાં આવે તો તે શું કરશે. તમે ચર્ચા ઈચ્છતા નથી, માત્ર આરોપ લગાવવા ઈચ્છો છે. છ વર્ષથી મણિપુરમાં ભાજપની સરકાર છે, પરંતુ ત્યાં કર્ફ્યૂ લાગ્યું નથી.
મણિપુરના વાયરલ વીડિયો પર શું બોલ્યા શાહ
મણિપુરના વાયરલ વીડિયોની ઘટના પર અમિત શાહે કહ્યું- 4 મેની દુર્ઘટના શરમજનક છે પરંતુ સંસદ સત્રના એક દિવસ પહેલા આ વીડિયો કેમ આવ્યો. જેણે આ વીડિયો ફેલાવ્યો તેણે પોલીસને આપવાની જરૂર હતી. જે દિવસે આ વીડિયો મળ્યો તે દિવસે 9 લોકોની ઓળખ કરી ઝડપી લીધા અને તે ટ્રાયલનો સામનો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે