ઝી બ્યુરો/સાબરકાંઠા: લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. લોકસભા પહેલા ઉત્તર ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હજું વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ હજું તે આઘાતમાંથી બહાર આવ્યું નહોતું, ત્યાં કોંગ્રેસના પાટીદાર નેતાએ પાર્ટીને રામ રામ કહી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'


ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક મોટા ઝટકાથી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતા કેસરીયા કરશે. જી હા...બુધવારે સીઆર પાટીલના હાથે ડો. વિપુલ પટેલ કેસરીયા કરે તેવી પુરેપુરી સંભાવના જોવામાં આવી રહી છે. ડો વિપુલ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય એવી હાલ અટકળો ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ડો વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. એટલું દ નહીં, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. સતત ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. અરવલ્લી અને સાબરકાંઠાના દિગ્ગજ સહકારી નેતા તરીકે પણ ડો વિપુલ પટેલની ગણના કરવામાં આવે છે.


'આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા ઉખેડીને આ શંભુ મેળાને ગિરનાર મોકલી દઈશું'


રાજકારણમાં ડંકો
ડો. વિપુલ પટેલે પાટીદાર સમાજ પર મજબૂત વર્ચસ્વ ધરાવે છે. વિધાનસભાની 2014ની પેટા ચૂંટણીમાં હિંમતનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નજીવા માર્જીનથી હાર સહન કરી હતી. જોકે આ ચૂંટણીએ તેમનું કદ વધારી દીધુ હતું. ભાજપ તરફી લહેર સમયે પેટા ચૂંટણીમાં જબરદસ્ત લડત આપી હતી. જોકે ડો. વિપુલ પટેલે હવે ભાજપમાં જોડાઈને કાર્યકર બનવાનો નિર્ણય કર્યો છે. 


પ્રેમીઓ ખાસ વાંચે! મહેસાણાના લાંઘણજ વિસ્તારના એક ગામડાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો!


ડો વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે રહી ચુક્યા છે. કોંગ્રેસી નેતા વિપુલ પટેલનો સહકારી રાજકારણમાં પણ ડંકો છે. તેઓ સળંગ ચાર ટર્મથી સાબરડેરીમાં ડિરેક્ટર પદ પર ચૂંટણી જીતી ચૂક્યા છે. આમ હવે વિપુલ પટેલ ભાજપમાં જોડાતા સહકારી માળખા અને લોકસભાની બેઠકને લઈ મહત્વનું સમીકરણ સાબિત થઈ શકે છે.


અમદાવાદ પોલીસે ફરી બદનામી વહોરી! પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી એવી વસ્તુ મળી