પ્રેમીઓ ખાસ વાંચે! મહેસાણાના લાંઘણજ વિસ્તારના એક ગામડાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો!
પ્રેમ સંબંધ જ્યારે બંધાય ત્યારે પ્રેમી નથી સાંભળતા વડીલ નું કે નથી સાંભળતા બીજા કોઈનું. અને આખરે આવા પ્રેમ સંબંધના પરિણામની માથાકૂટ મોત સુધી પહોંચી જતી હોય છે. આવું જ કાઇક બન્યો છે. મહેસાણાના લાંઘણજ નજીક આવેલા દિવાનપૂરા ગામે રહેતા ઠાકોર બચુજી મેરૂજીના 40 વર્ષીય ભાઈ રણજીતજી મેરુજી ઠાકોરની 22 જાન્યુઆરીએ હત્યા થઈ ગઈ છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા; પ્રેમ સંબંધ જ્યારે બંધાય ત્યારે પ્રેમી નથી સાંભળતા વડીલ નું કે નથી સાંભળતા બીજા કોઈનું. અને આખરે આવા પ્રેમ સંબંધના પરિણામની માથાકૂટ મોત સુધી પહોંચી જતી હોય છે. આવું જ કાઇક બન્યું છે મહેસાણાના લાંઘણજ વિસ્તારના એક ગામમાં... કે જ્યાં એક વર્ષ અગાઉ યુવક યુવતીના પ્રેમ સંબંધ મુદ્દે વડીલોની સમજાવટ બાદ પણ મામલો નહીં ઉકેલતા એક વર્ષ બાદ ફરીથી થયેલી માથાકૂટમાં યુવકની હત્યા થઈ ગઈ.
મહેસાણાના લાંઘણજ નજીક આવેલા દિવાનપુરા ગામે પ્રેમ સંબંધની જૂની અદાવતમાં એક યુવકની હત્યા થઈ ગઈ. આ ઘટનામાં એક વર્ષ અગાઉ વડીલોએ સમજાવટ કરી મામલો થાળી પાડ્યો હતો, પરંતુ એક વર્ષ બાદ ફરીથી આ મામલો ઉગ્ર બનતા એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. મહેસાણાના લાંઘણજ નજીક આવેલા દિવાનપૂરા ગામે રહેતા ઠાકોર બચુજી મેરૂજીના 40 વર્ષીય ભાઈ રણજીતજી મેરુજી ઠાકોરની 22 જાન્યુઆરીએ હત્યા થઈ ગઈ.
હત્યા અંગે મૃતક રણજીતજીના ભાઈ બચુજીએ નોંધાવેલ ફરિયાદ બાદ પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી બચુજી ઠાકોરની દીકરી નિકીબેન અને હત્યાના આરોપી ઠાકોર મહુલજી અશ્વિનજી વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેને લઇને વડીલો એ એકઠા થઈ ને મામલામાં સમાધાન કરી બંન્નેને છૂટા પાડ્યા હતા. જેનું મનદુઃખ બંને પક્ષો વચ્ચે રહેતા એક વર્ષ બાદ ગત 22 જાન્યુઆરી એ મૃતકના દીકરા ધવલજી અને મેહૂલજી વચ્ચે માથાકૂટ થયેલી. જેનું ફરીથી વડીલોએ મળીને સમાધાન કરાવેલ હતું. જો કે મનમાં હજુ દ્વેષ ભાવ બંનેના મનમાં હતો એ બંનેને ખબર હતી. પરંતુ મનનો દ્વેષભાવ આરોપી મેહૂલજી વધુ આક્રોશમાં બહાર લાવશે એ કોઈને ખબર નહોતી.
22 જાન્યુઆરી એ ગામમાં પ્રસંગ નો જમણવાર પતાવ્યા બાદ ફરિયાદી ઠાકોર બચૂજી મેરૂજી ઠાકોર અને મરણજનાર રણજીતજી ઠાકોર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે મુખ્ય આરોપી ઠાકોર મેહુલજી અશ્વીનજી અને તેના પરિવારજનો એ મરણજનાર રણજિતજી ઠાકોર ને ગાળો બોલી હુમલો કર્યો હતો. મરણજનાર એ આરોપીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મેહૂલજી ઠાકોર એ.પોતાના કમરમાં રાખેલ છરો રણજિતજી ઠાકોર ના પેટમાં ઘુસાડી દીધો હતો.
સમગ્ર મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઘટનાના મુખ્ય આરોપી મેહુલ અશ્વિનજી ઠાકોર, અશ્વિન, ગોવિંદ, ચેતનજી મળી કુલ 4 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળેલ વિગતો મુજબ ઘટના નો મુખ્ય આરોપી ને પણ પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી બાકીના ત્રણ આરોપીઓને પણ પકડી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે