ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'


 વધુમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આવતીકાલ એટલે કે તા.૨૨ એપ્રિલથી ૩૧મે-૨૦૨૩ સુધી આઈ-ખેડૂત  પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. 


કરોડો મુસાફરોને ભેટ!, ટ્રેનમાં ફ્રીમાં મળશે ભોજન, જાણો કેવી રીતે લઈ શકો લાભ?


અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


ગુજરાતમાં કોરોનાનો હાહાકાર; સૌથી વધુ અ'વાદમા કેસ, કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર