Indian Railways: કરોડો મુસાફરોને ભેટ!, ટ્રેનમાં ફ્રીમાં મળશે ભોજન, જાણો કેવી રીતે લઈ શકો લાભ?

Indian Railways Update: રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યું કે હવે મુસાફરોને ટ્રેનમાં ફ્રીમાં ખાવાનું મળશે. જો તમે પણ ટ્રેનમાં સફર કરવા જઈ રહ્યા છો તો તમને પણ ફ્રીમાં ખાવાનું મળશે. 

Indian Railways: કરોડો મુસાફરોને ભેટ!, ટ્રેનમાં ફ્રીમાં મળશે ભોજન, જાણો કેવી રીતે લઈ શકો લાભ?

Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરનારા કરોડો મુસાફરો માટે ખુશખબર છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમને રેલવે તરફથી ખાસ સુવિધા મળવાની છે. રેલવે સમયાંતરે મુસાફરોને અનેક ફ્રી સુવિધાઓ આપતું રહે છે. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપતા કહ્યું કે હવે મુસાફરોને ફ્રી ભોજન મળશે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો હવે તમે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે રેલવે તરફથી આ સુવિધા કયા મુસાફરોને મળશે. 

નિયમ જાહેર થયા
નવા નિયમ મુજબ ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તમારે ખાવાનાના પૈસા નહીં આપવા પડે. રેલવે તરફથી મુસાફરોને તમામ સુવિધાઓ અપાય છે. પરંતુ આ વખતે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવીશું જેનો તમે મોટાભાગે ફાયદો ઉઠાવતા નથી. આવો જાણો. 

ટ્રેન લેટ થાય તો મળશે ફાયદો
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારાઓએ અનેકવાર ટ્રેનની લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ટ્રેન પોતાના સમય કરતા લેટ થઈ જાય છે. પરંતુ જો તમારી ટ્રેન લેટ થાય તો તમને રેલવે તરફથી ફ્રી ભોજનની સુવિધા મળશે. રેલવે કેટલાક ખાસ મુસાફરોને ફ્રીમાં ભોજનની સુવિધા આપે છે. 

જાણો શું છે IRCTC નો નિયમ?
IRCTC ના નિયમ મુજબ મુસાફરોને મફત મીલની સુવિધા અપાય છે. આ સુવિધા તમને એવા સમયે મળે જ્યારે તમારી ટ્રેન 2 કલાક કે તેનાથી વધુ લેટ થાય. આ સુવિધાનો ફાયદો એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો જ ઉઠાવી શકે છે. આ ખબર શતાબ્દી, રાજધાની, અને દુરંતો જેવી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખુબ કામની સાબિત થઈ શકે છે. 

ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પણ મળશે સુવિધા
રેલવે તરફથી મળેલી જાણકારી મુજબ ઓનલાઈન વેબસાઈટથી ટિકિટ બુક કરાવનારાઓને પણ આ સુવિધા અપાય છે. જો તમે કોઈ કારણસર તમારી ટ્રેન મિસ કરો તો પણ તમને રિફંડ મળે છે. આ માટે તમારે ટ્રેનના સ્ટેશન છોડ્યાના એક કલાકની અંદર TDR ફોર્મ ભરીને ટિકિટ કાઉન્ટર પર જમા કરાવવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news