સરકારી નોકરીની વધુ એક ઓફર, આ વિભાગમાં ભરતીનું આખુ લિસ્ટ બહાર પડ્યું
GPSC Recruitment 2023 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલોજ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં આ ભરતી નીકળી છે. જેમાં વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1 માટે ભરતી નીકળી
Government Jobs In Gujarat : ગુજરાતમાં અનેક યુવકો સરકારી ભરતીની રાહમાં બેઠા છે. ત્યારે આ બેરોજગાર યુવાઓ સામે ફરી એકવાર ગુજરાત સરકારને એક વિભાગમાં સરકારી નોકરીની તક સામે આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1ની ભરતી નીકળી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસન્ટન્ટ પ્રોફેસરની કુલ 65 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. ત્યારે ક્યા, કેવી રીતે એપ્લાય કરવું તેની માહિતી આ રહી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલોજ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં આ ભરતી નીકળી છે. જેમાં વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1 માટે ભરતી નીકળી છે. આ ભરતીમાં જો તમને રસ હોય તો https://gpsc-ojas.gujarat.gov.in પર તમામ માહિતી ઉપબલ્ધ છે. આ માટે 31 જુલાઈ સુધી એપ્લાય કરી શકાય છે.
કારમાં સવાર મિત્રએ તથ્યની પોલ ખોલી : અમે કહ્યુ હતુ કે ગાડી ધીમી ચલાવ, તે ન માન્યો
પોસ્ટનું નામ અને કેટલી જગ્યા ખાલી પડી છે
જનરલ મેડીસીનમાં 8, ટી.બી. એન્ડ ચેસ્ટ વિભાગમાં 4, ઓર્થોપેડીક્સ વિભાગમાં 15, રિડોયથેરાપીમાં 5, ઇમરજન્સી મેડીસીનમાં 5, કાર્ડિયોલોજીમાં 4, નેફ્રોલોજીમાં 5, ન્યુરોલોજીમાં 5, યુરોલોજીમાં 6, ન્યુરોસર્જરીમાં 2, પેડીયાટ્રીક સર્જરીમાં 2, પ્લાસ્ટીક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી વિભાગમાં 3 અને મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગમાં 1
સિંગતેલના ભાવમાં ખતરનાક ઉછાળો : જુલાઈ મહિનામાં ત્રીજીવાર વધ્યા ભાવ
65 પદ માટે ભરતી કરાશે
આમ, કુલ 65 જગ્યા પર આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવાની છે. આ પદ માટે પસંદગી થનારા ઉમેદવારોને પગાર તરીકે 1,31,400 રૂપિયા પે – મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારીત લેવલ 13એના આધારે મળશે. તેમજ એપ્લાય કરનારા ઉમેદવારની વય મર્યાદા 44 વર્ષ રાખવામાં આવી છે.
કોણ છે એ બાઈકર જેની ગાડીના કેમેરામાં ઈસ્કોન બ્રિજનો આખો અકસ્માત કેદ થયો, મળી માહિતી
આ રીતે લેવાશે પરીક્ષા
વધુ માહિતી જોઈતી હોય તો ઓજસની વેબસાઈટ પરથી માહિતી મેળવી લેવી. પરંતુ વેબસાઈટ પરથી મળતી માહિતી અનુસાર, આ પદ માટે પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ – સંબંધિત વિષયનું 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જેનો સમયગાળો 180 મિનિટ્સનો રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો 25 ટકાથી ઓછા ગુણ મેળવશે. તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જેમાં અનુસૂચત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોને 20 ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. રૂબરૂ મુલાકાત – રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચના – ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાનમાં લઈને અનુસરાવનું રહશે.
આજે ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ : આ એક જિલ્લા પર છે સૌથી મોટી ઘાત