રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સગીરાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટીંગ કરી બિભત્સ ફોટોગ્રાફ અપલોડ ન કરવાની રૂપિયા માંગી બ્લેક મેઇલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે રાજકોટમાં આ શખ્સોએ પાંચથી વધુ સગીરાને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને...


રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સોનું નામ છે યશ ભુપેન્દ્ર બાંભણીયા અને મિહિર રમેશ કાંસુદ્રા. આ બન્ને શખ્સો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇ.ડી બનાવીને સગીરાઓને બ્લેક મેઇલ કરતા હતા. રાજકોટ સાઇબર ક્રાઇમમાં ફરીયાદ મળી હતી કે, સગીર દિકરીના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અજાણ્યા શખ્સો બિભત્સ ફોટોગ્રાફ ડિલીટ કરવાનાં રૂપીયા માંગી રહ્યા છે. જેને આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું અને રૂપીયા લેવા માટે આવેલા યશ અને તેના સાથીદાર મિહીરને રંગેહાથ 15 હજાર રૂપીયા લેતા દબોચી લીધા હતા. હાલ પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.


આ પણ વાંચો:- ફોનનું સીમ કાર્ડ અપગ્રેડ કરાવવું ગુજરાત સરકારના એક મહિલા અધિકારીને પડ્યું લાખોમાં


કેવી રીતે કરતા બ્લેક મેઇલ..?
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં કહેવા મુજબ, આરોપી યશ બાંભણીયા ચોટીલાનો રહેવાસી છે. જે માસ્ટર માઇન્ડ છે અને સગીર વયની યુવતીઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વાપરતી હોય છે તેની બહેનપણીનાં નામનું બોગસ એકાઉન્ટ બનાવતા હતા. ત્યારબાદ ચેટીંગ કરી સગીરા પાસે બિભત્સ ફોટોગ્રાફ માંગતા. જો સગીરા આ પ્રકારનાં ફોટોગ્રાફ આપે તો તેના ફોટા વાયરલ કરવાનું કહિને બ્લેકમેઇલીંગ કરતા હતા. ફોટા અને એકાઉન્ટ ડિલીટ કરવા માટે થઇને રૂપીયાની માંગણી પણ કરતા હતા. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેને અગાઉ રાજકોટની પાંચ સગીર યુવતીઓ સાથે આ પ્રકારે બ્લેકમેઇલીંગ કરી રૂપીયા પડાવ્યા હોવાનું કબુલ્યું હતું.


આ પણ વાંચો:- 'ઓયે જાનુ જાનેમન કયા જાય' તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી અને પછી...


હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. પરંતુ સોશ્યલ મિડીયાનો આડેધડ ઉપયોગ કરતા યુવાનો માટે આ ઘટના લાલબતી સમાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર