'ઓયે જાનુ જાનેમન કયા જાય' તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી અને પછી...
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશો. જો કે, મહિલાઓ સુરક્ષિત નથી કેમ ક, રવિવારે બનેલી ઘટના પરથી કહી શકાય છે. નોકરીએ જતી યુવતીને ત્રણ લોકોએ 'ઓયે જાનુ જાનેમન કયા જાય' આવું જાહેર રોડ પર કહી છેડતી કરી હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશો. જો કે, મહિલાઓ સુરક્ષિત નથી કેમ ક, રવિવારે બનેલી ઘટના પરથી કહી શકાય છે. નોકરીએ જતી યુવતીને ત્રણ લોકોએ 'ઓયે જાનુ જાનેમન કયા જાય' આવું જાહેર રોડ પર કહી છેડતી કરી હતી. જો કે, આગળ પોલીસ હોવાથી તેઓ ડરીને ભાગી તો ગયા પણ બાદમાં યુવતીની નોકરીની જગ્યાએ ત્રણ વાર જઇ બબાલ કરી હતી. યુવતીને બચાવવા પડેલા યુવકને છરી મારી તેને પણ આંગળીઓ પર ઈજાઓ પહોંચાડી હતી. જો કે, પોલીસે કાર્યવાહી કરી એકની ધરપકડ કરી છે.
ગોમતીપુરમાં રહેતી 28 વર્ષીય યુવતી રખિયાલમાં એક કારખાનામાં નોકરી કરે છે. રવિવાર સવારે તે નોકરીએ તેના વાહન પર જતી હતી તે દરમિયાન ત્રણ શખ્સો બાજુમાંથી પસાર થયા હતા. તે સમયે આ યુવાનો 'ઓયે જાનુ જાનેમન કયા જાય' તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી હતી. બાદમાં યુવતીએ હિંમત કરી આગળ આવો તમને બતાવું તેમ કહ્યું અને જેવા યુવકો આગળ આવ્યા ત્યાં જ પોલીસ ઉભી હતી. જેથી આ છેડતીબાજો ત્યાંથી નાસી ગયા હતા.
(ત્રણ રોમિયોમાંથી એકની ધરપકડ)
જો કે, બાદમાં યુવતી તેની નોકરીએ ગઇ હતી. ત્યાં આ યુવકો આવ્યા અને 'તું ક્યા કર લેગી' કહી તેની સાથે બબાલ કરી ધમકી આપી હતી. ત્યારે તેની સાથે કામ કરતી મહિલાનો પતિ વચ્ચે પડતા તેને માર મારી આ શખ્સો ભાગી ગયા હતા. જો કે, ત્રીજી વાર આ છેડતીબાજો આવ્યા અને યુવતીને બચાવનાર યુવકને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને આંગળીએ ઈજાઓ પહોંચી હતી.
બાદમાં આ અંગે જાણ થતા ગોમતીપુર પોલીસે બાપુનગરના પ્રકાશ લીંબોડાની ધરપકડ કરી હતી અને બે લોકોની શોધખોળ હાથ ધરી છે. જો કે, હાલ તો ફરાર બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. પણ મહિલાઓની સુરક્ષા રામભરોસે જ છે તે કહેવું ખોટું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે