અલ્કેશ રાવ/પાલનપુર : બનાસડેરી ચૂંટણી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 19 ઓક્ટોમ્બરે બનાસડેરીના 16 ડિરેક્ટરો  માટે મતદાન થશે અને 20 ઓક્ટોબરના મતગણતરી યોજાશે જોકે બનાસડેરીની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીમાં 3.50 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે. જોકે બનાસડેરીનો રોજનો કરોડોનું ટર્નઓવર છે. જોકે બનાસડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે યોજાશે. જેમાં 1297 જેટલા મતદારો 16 ડિરેક્ટરો માટે મતદાન કરશે અને 20 ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ

જોકે બનાસડેરીની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આ ચૂંટણીના મતદારો એવા ગામડાઓની મંડળીઓના પ્રતિનિધિ માટે ઠરાવો કરતી વખતે અનેક બાબલો થઈ હતી. ફરિયાદો પણ નોંધાઈ હતી. જોકે હવે ચૂંટણીની સતાવાર જાહેરાત થતાં રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. જોકે આ વખતે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી માટે બનાસડેરીની સત્તા હાંસલ કરવી ખુબ જ કઠિન છે. શંકરભાઈના ખાસ ગણાતા અને બનાસડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ પહલેથી જ શંકર ચૌધરી સામે ખુલ્લો બળવો પોકારી ચુક્યા છે. તો બીજી બાજુ શંકરભાઈને હરાવવા બનાસડેરીના પૂર્વ ચેરમેન અને શંકર ચોધરીના કટ્ટર હરીફ પરથીભાઈ ચૌધરી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સંસદ અને બનાસડેરીના ડિરેકટર પરબત પટેલે હાથ મિલાવી દેતા શંકરભાઇ ચૌધરીની મુશ્કેલી વધી છે.


સુરતમાં ડ્રગ્સનો કાળો કારોબાર, 20 ગ્રામ ડ્રગ્સ સાથે એક ઝડપાયો

તો વધારેમાં પૂરું હોય તેમ બનાસકાંઠાના અનેક સહકારી આગેવાનો શંકર ચૌધરીના વિરોધમાં હોવાથી શંકર ચૌધરીની મુસબીતો વધી છે. શંકર ચૌધરી માટે બનાસડેરીની ડગર મુશ્કેલ હોવાનું હાલ લાગી રહ્યું છે. તો બીજી બાજુ રાજનીતિના અઠંગ ખેલાડી શંકર ચૌધરીની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગતા તેમને પણ બનાસડેરીની ચૂંટણી જીતવા માટેના ચોકઠાં ગોઠવવાનું શરૂ કરી દઈ બનાસડેરીના મતદારો સાથે ગુપ્ત બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ વખતે બનાસડેરીની ચૂંટણી ખુબજ રસાકરી ભરી  હોવાથી રાજયના સહકારી આગેવાનો તેમજ રાજકીય નેતાઓની બનાસડેરીની ચૂંટણી ઉપર મીટ મંડાઈ છે, ત્યારે જોવાનું એ રહશે કે બનાસડેરીમાં ફરીથી શંકર ચૌધરી સતા ઉપર બેસે છે કે સતા પરિવર્તન થાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube