અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોનાકાળમાં ખેડૂતોને તો જાણે પડતા પર પાટું પડવા જેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. જેના કારણે 28 અને 29 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે  તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની સંભાવના છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube