ન નેતાઓ સુધર્યા, ન તો લોકો... સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના ઉડતા પુરાવા ગામેગામ જોવા મળ્યાં
આજે બનાસકાંઠાની બે ઘટનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યાં
અલ્કેશ રાવ/બનાસકાંઠા :રાજકીય રેલીઓમાં નેતાઓ તથા નાગરિકો માસ્ક નહિ પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહિ કરનારાઓ માટે હાઇકોર્ટે (gujarat highcourt) ગઈકાલે આકરી ટીકા કરી છે. માસ્ક (mask) ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. તેમજ સરકાર આવા લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસૂલે તેવુ કહ્યું છે. ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ પણ નેતાઓ સુધર્યા નથી તેવું લાગે છે. આજે બનાસકાંઠાની બે ઘટનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે.
આ પણ વાંચો : ‘Hi’ લખવાથી ગુજરાત સરકારની તમામ યોજનાની માહિતી આવી જશે તમારા વોટ્સએપ પર
ઘટના-1
બનાસકાંઠાના સરહદી ભાભરના ઢેકવાડી ગામે સોશિયલ ડિસ્ટનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા. અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની મીટીંગમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તો આ બેઠકમાં ભાગ્યે જ કોઈ માસ્ક પહેરેલુ જોવા મળ્યું હતું. મીટિંગમાં પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોની હાજરીમાં કોવિડ 19ના નિયમના ધજાગરા ઉડેલા જોવા મળ્યા. કાર્યક્રમમાં થરાદ ઠાકોર સમાજના આગેવાન ભમરાજી પણ માસ્ક વગર સ્ટેજ પર દેખાયા હતા. રાજકીય નેતાઓ પછી ઠાકોર સમાજની મીટિંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાહતા. પ્રદેશ મહામંત્રી દાદુજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી રાજશંકરસિંહ ઠાકોર અને પ્રદેશ મંત્રીની હાજરીમાં કોરોનાના નિયમો નેવે મૂકાયા હતા. પરંતુ તમામ નેતાઓએ ‘તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ...’ જેવું કર્યું હતું.
ઘટના-2
બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાના નવા બનાવેલ ટાઉનહોલના ઇ-લોકાર્પણમાં સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ટાઉનહોલનું ઇ-લોકાર્પણ કર્યું હતું. પરંતુ કાર્યક્રમમાં સાંસદ સાથે ફોટા પડાવવા ઉમેટેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યુ ન હતું. ભાજપના નેતાઓ અને કાર્યકરો હાઇકોર્ટની ટિપ્પણી બાદ પણ બેફામ બન્યા છે.
આ પણ વાંચો : પેટાચૂંટણી માટે ભાજપના મુરતિયાઓનું નામ ફાઈનલ, પણ જાહેરાત દિલ્હીથી થશે
પોતાના નેતાઓને જ નથી સમજાવી શક્તા મુખ્યમંત્રી
ગુજરાત હાઇકોર્ટની રાજનેતાઓને ટકોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજકીય નેતાઓની વધારે જવાબદારી છે કે, લોકોમાં ખોટા મેસેજ ન જાય. બધા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ પાળવો જોઈએ. રાજકીય વ્યક્તિઓને નથી પકડતા એવું પણ નથી.
શું કહ્યું હાઈકોર્ટે
ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજકીય રેલીમાં નેતાઓ અને લોકો માસ્ક નથી પહેરતા. ત્યારે હાઈકોર્ટે સરકારને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, કોરોના મહામારીમાં નાગરિકો ગાઇડલાઇનનું પાલન કરે એ આવકાર્ય છે. જાહેર જીવનમાં વ્યક્તિઓએ માર્ગદર્શક બંને તે પ્રમાણે વર્તન કરવું જોઇંએ. હાઇકોર્ટની ટકોર કરવાનું કારણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષે ગુજરાતમાં રેલીઓ કરી તે હતુ. જેના બાદ ભાજપાના ધારાસભ્યો અને કાર્યકરો કોરોનાના સંક્રમણમાં સપડાયા હતા. આમ આ રેલી સુપર સ્પ્રેડર સાબિત થઈ હતી.