રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશન સ્ટેડીયમ ખાતે ૭ નવેમ્બરે ભારત બાંગલાદેશ વચ્ચે સીરીઝની બીજી ટી-૨૦ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ અગાઉ રાજકોટ આવી પહોંચેલી ભારત અને બાંગ્લાદેશની ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. ખંડેરી સ્ટેડિયમ ખાતે બંન્ને ટીમના ખેલાડીઓ પરસેવો પાડતા જોવા મળ્યા હતા. જો કે નેટ પ્રેકટીસ બાદ બાંગલાદેશી પ્લેયર આફીફ હુસેને જણાવ્યું કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા સારી છે. શ્રેણી જીતવા તનતોડ મેહનત કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના


કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ


જયારે ભારતીય ટીમના ખેલાડી યજુવેન્દ્ર ચહલે જણાવ્યું કે સીરીઝમાં પ્રથમ મેચ અમે હાર્યા છીએ. જો કે આવું કદાચ પહેલીવાર થયું છે. ભુતકાળમાં ક્યારે પણ બાંગ્લાદેશ સામે આપણી ટીમ હારી નથી. રાજકોટની પીચ અનુસાર ખેલાડીઓને ઉતારવામાં આવશે અને ભારતીય ટીમ નિશ્ચિત રીતે ન માત્ર આ મેચ પરંતુ સમગ્ર સીરીઝ જીતશે.અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને ટીમો કરો યા મરોના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.