અમદાવાદ : રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર અટકાવવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ પોલીસ વિભાગની ભ્રષ્ટાચારની વધારે એક પોલ ખુલી ચુકી છે. પોલીસની ચોર અને બૂટલેગરો સાથેની મિલીભગત ફરી એકવાર સામે આવી ચુકી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા વેપારીની ડેકોરેશનની દુકાન બહાર એક વ્યક્તિ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા માટે આવ્યો હતો. વેપારીએ સીસીટીવી ફૂટેજમાં ચોરને જોઇ જતા તેને ઝડપી લીધો હતો. ચોરને પકડીને બાપુનગર પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને ફરિયાદ નોંધીશું કહીને ઘરે મોકલી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત છે કે બિહાર? માતા બાળકીને ખભે લઇને હોસ્પિટલ દોડી, વાહન નહી મળતા રસ્તામાં જ માનવતાનું મોત


બીજા દિવસે ગયા તો ચોરને છોડી મુકવા અંગે વાત કરતા PSI પરમારે કહ્યું કે, ચોર બુટલેગરને પકડીશું તો અમારૂ પુરૂ કોણ કરશે. ACP અને ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા જાય છે. ચોર બુટલેગરનાં હપ્તાથી અમારુ માંડ માંડ પુરૂ થાય છે. કોઇ અધિકારી આ અંગે કાર્યવાહી કરી શકશે નહી. કોન્સ્ટેબલથી લઇને એસપી અને મુખ્યમંત્રી સુધી હપ્તા જાય છે. આમ કહીને વેપારીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. 


ફળિયામાં શાંતિથી બેસેલા લોકો પર એવી અણધારી આફત આવી પડી કે, ડરના માર્યે ઘરમાં ઘૂસવુ પડ્યું 


જેના પગલે વેપારી દ્વારા કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અરજી કરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજ પણ રજુ કરવામાં આવ્યા હતા. જેના પગલે ઝોન -5 ડીસીપી અચલ ત્યાગીને પુછતા તેમણે કહ્યું કે, સગીર વયનો હોવાને કારણે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવેલી છે. જો કે તે ચોરી કરતો હતો કે કેમ તે અંગે કોઇ પુરાવા નથી. આ મુદ્દે પીએસઆઇ સામે ફરિયાદ મારી સુધી આવી નથી. ચોરીની પણ ફરિયાદ નધી. જો ચોરીનો પ્રયાસ કે એવું કાંઇ પણ હશે તો અમે આ અંગે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ કરીશું. 


હેમચંદ્રાચાર્ય યુનિ.માં મોટું કૌભાંડ, ખોટી રીતે પાસ કરાયેલ વિદ્યાર્થી ભાજપીય નેતાનો પુત્ર નીકળ્યો


પોલીસ કમિશ્નરમાં થયેલી અરજીઓમાં આક્ષેપ કરાયા છે કે, બાપુનગર વિસ્તારમાં ચંદ્રપ્રકાશ હોલ પાસે કહાન પાર્કમાં ખોડીદાસ પટેલ રહે છે. તેઓ ડેકોરેશનનો વ્યવસાય કરે છે. તેઓ ઘરે હાજર હતા ત્યારે ઓફીસમાં રહેલા સીસીટીવીમાં જોતા કોઇ વ્યક્તિ શંકાસ્પદ રીતે આંટા મારી રહ્યા હતા. ઓફીસની બહાર પાર્ક કરેલી લોડિંગ રિક્ષામાં કંઇક કરતો હોવાનું દેખાતા તેમણે તત્કાલ તેમના મિત્રને ફોન કરી તે યુવકને ઝડપી લીધો હતો. ત્યાર બાદ પુછપરછમાં તે કિશન પટણી નામનો વ્યક્તિ હોવાનું અને તે ગાડીઓમાં અને રિક્ષાઓમાંથી બેટરીની ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું. 


ગાંધીજી જેવો જુસ્સો છે આ અમદાવાદીનો, 65 વર્ષમાં ત્રણવાર દાંડીયાત્રા કરી


જો કે આ અંગે બાપુનગર પોલીસનું બેદરકાર વર્તન સામે આવ્યું હતું. ફરજ પર હાજર પીએસઆઇ ચંદ્રસિંહ પરમારે છોકરાને ઘરે મોકલી દીધો હતો. વેપારીએ પુછતા તેમની સાથે તોછડાઇથી વર્તન કર્યું હતું. કહ્યું કે અમારી મરજી છે અમે ગમે તેને છોડી શકીએ છીએ. ચોરોને પકડીને પુરૂશું તો અમારા હપ્તા કઇ રીતે આવશે. આ હપ્તાથી માંડ માંડ અમારૂ પુરૂ થાય છે. તેમણે ફરિયાદીને પણ બહાર કાઢી મુક્યા હતા. તેવામાં સવાલ એ થાય છે કે, પ્રજાના પૈસે તાગડ ધિન્ના કરા આ બેશરમ અધિકારીઓ કોના રક્ષક છે અપરાધિઓનાં કે સામાન્ય નાગરિકોનાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube