હેમચંદ્રાચાર્ય યુનિ.માં મોટું કૌભાંડ, ખોટી રીતે પાસ કરાયેલ વિદ્યાર્થી ભાજપીય નેતાનો પુત્ર નીકળ્યો

હેમચંદ્રાચાર્ય યુનિ.માં મોટું કૌભાંડ, ખોટી રીતે પાસ કરાયેલ વિદ્યાર્થી ભાજપીય નેતાનો પુત્ર નીકળ્યો
  • પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી
  • આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી

પ્રેમલ ત્રિવેદી/પાટણ :ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) માં ગેરરીતિ મામલે મોટો ખુલાસો થયો છે. જે નાપાસ વિદ્યાર્થીને પાસ કરાયો હતો તે ભાજપના નેતાનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે. 2018માં MBBSમાં નપાસ થયેલા 3 વિદ્યાર્થીને પાસ કરાયા હતા. ત્યારે તેમાંથી એક વિદ્યાર્થી પાર્થ અશોકભાઈ મહેશ્વરીના માતા ભાજપના નેતા છે. 

રી-એસેસમેન્ટમાં ગેરીરિતિ બહાર આવી હતી
નોંધનીય છે કે, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી. આ માટે તપાસ કરવા યુનિ.એ ખાસ સમિતિની રચના કરી હતી. 

3 વિદ્યાર્થીઓની જવાબવહીમાં પુનઃ મુલ્યાંકન કરનાર નિરક્ષરની સહી ન હતી 
સમિતિના રિપોર્ટ મુજબ, 10 વિદ્યાર્થીઓના મુલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં 3 વિદ્યાર્થીઓના નામ ખૂલ્યા હતા. આ 3 વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી. ત્રણેય વિદ્યાર્થીઓની જવાબવહીમાં પુનઃ મુલ્યાંકન કરનાર નિરક્ષરની સહી તેમાં ન હતી. બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. જેમાં 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થકુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી છે. આ મામલે ખુલાસો થયો કે, પાર્થના માતા હર્ષાબહેન મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે. તેમજ હર્ષાબેન પાલનપુર પાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news