અમદાવાદ : મરચાં મસાલામાં ભેળસેળ કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. મરચાં મસાલામાં ભેળસેળ કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. નડિયાદ ખાતે દરોડામાં મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટનો અંદાજે રૂપિયા ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયાના યુગમાં બાળકોમાં વાંચનનો શોખ વધે તે માટે ખુબ જ અદ્ભુત પ્રયાસ


ખોરાક ઔષધ નિયમનતંત્રના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, ફૂડ સેફ્ટી કમિશનરને મળેલ બાતમીના આધારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર ઓચિતો દરોડો પાડવામાં આવ્યો હતો. કલરવાળા મરચાંનો અંદાજે રૂપિયા ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર તથા નડિયાદ જિલ્લામાં સયુંકતપણે કરવામાં આવેલ દરોડામાં નડિયાદ જીઆઇડીસીમાં ભરતભાઈ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ મરચામાં મકાઈનો લોટ, અખાદ્ય કલર, હલકુ મરચું ભેળસેળ કરતા વ્યકિતને તંત્ર દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટના કૂલ- ૬ નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લઈ ચકાસણી અર્થે લોબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને આશરે ૯૪૭૨કીગ્રા( રૂ. ૪,૫૯,૭૪૦/-) નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


ગુજ્જુ ખેડૂત નીકળ્યો શાણો, મોસંબી-ચીકુની મહેંક વચ્ચે ઉગાવ્યુ અફીણ, છતાં પોલીસને ગંધ આવી ગઈ


આ રેડમાં કુલ આશરે ૬૪ કિગ્રાનો અખાદ્ય કલરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. જે અતિ મહત્વનું છે અને જેનાથી હજારો કિલોમાં આવા કલરવાળા મરચાં પાવડરને બનાવી શકાય છે. જેના સેવનથી કૅન્સર થવાનું ગંભીર જોખમ રહ્યુ છે. નમૂનાની પરિણામ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ પ્રકારનાં ભેળસેળવાળા પદાર્થોથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ સર્જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube