સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આરોગ્યમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે. ભરતસિંહને હવે વેન્ટીલેટરના સપોર્ટની જરૂર બહુ જ ઓછી પડી રહી છે
ગૌરવ પટેલ/અમદાવાદ :લગભગ બે મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) ની તબિયત હાલ સુધારા પર છે. સીમ્સ હોસ્પિટલે માહિતી આપી કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આરોગ્યમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે. દિવસમાં માત્ર એકથી બે કલાક વેન્ટીલેટરનો ઉપયોગ કરવો પડે છે. કોરોના પગલે ફેફસાંને થયેલા નુકસાન અને કિડિનીને થયેલા નુકસાનીની પણ સારવાર ચાલી રહી છે. જોકે, ભરતસિંહ સોલંકીના શરીરમાં હાલ અશક્તિ વધારે છે. ડોકેટર તેમને નિયમિત સામાન્ય કસરત કરાવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આરોગ્યમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે. ભરતસિંહને હવે વેન્ટીલેટરના સપોર્ટની જરૂર બહુ જ ઓછી પડી રહી છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી બે મહિના પહેલા રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓને વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તેની તબિયત વધુ બગડતા અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...
ત્યારે હાલમાં ભરતસિંહ સોલંકીની સારવાર લઈ રહેલી તસવીર સામે આવી છે. જેમાં બે મહિનામા તેમની હાલત કેટલી કથળી ગઈ હતી તે સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. શારીરિક નબળાઈને કારણે તેમનુ શરીર નંખાઈ ગયું છે. જો તેમની જૂની તસવીર સાથે સરખાવવામાં ન આવે તો કોઈ પણ તેમને હાલની પરિસ્થિતિમાં ઓળખી ન શકે. તેમના રિકવર થવા માટે અનેક સ્થળોએ પ્રાર્થના કરવામાં આવી હતી.
ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી