ભરૂચ: રાજ્યનાં પ્રથમ કોવિડ સ્મશાનની દુર્દશા, મોબાઇલ ફ્લેશના અંજવાળે અંતિમ સંસ્કાર
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે ઉભા કરાયેલા કોવિડ સ્મશાન ગૃહમાં વિજળીની સુવિધા ઉભી કરવામાં આવી નથી. જેના કારણે રાત્રીના સમયે આવતા કોરોના વાયરસના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં રાત્રીના સમયે એમ્બ્યુલન્સની હેડલાઇટ અને મોબાઇલની ફ્લેશના સહારે અંતિમ વિધી કરવામાં આવે છે. જેના કારણે સ્મશાનગૃહમાં વીજળીની સુવિધા ઉભી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચ : અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે ઉભા કરાયેલા કોવિડ સ્મશાન ગૃહમાં વિજળીની સુવિધા ઉભી કરવામાં આવી નથી. જેના કારણે રાત્રીના સમયે આવતા કોરોના વાયરસના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં રાત્રીના સમયે એમ્બ્યુલન્સની હેડલાઇટ અને મોબાઇલની ફ્લેશના સહારે અંતિમ વિધી કરવામાં આવે છે. જેના કારણે સ્મશાનગૃહમાં વીજળીની સુવિધા ઉભી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વારંવાર વિવાદ થતા તંત્રેએ સરકારી જમીન પર કોવિડના દર્દીઓમાટે અલાયદું જ સ્મશાન ગૃહ ઉભુ કર્યું છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ખાતે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં તંત્ર દ્વારા પાક્કું શેડ સાથેનું પ્લેટફોર્મ ઉભુ કર્યું છે. જ્યાં જ તેના કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
PM મોદીના પાકિસ્તાની બહેને ટપાલ મારફતે રાખડી મોકલી, કરી આ પ્રાર્થના
ભરૂચ અને અંકલેશ્વર સ્મશાનગૃહમાં કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર મુ્દોદ વિવાદિત રહ્યો હતો. જેના કારણે 3 દિવસ સુધી રહેવાસીઓએ જિલ્લા મુખ્ય મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે તંત્રએ અલાયદા સ્મશાન ગૃહનું આયોજન કર્યું હતુ. જો કે ત્યાં લાઇટની વ્યવસ્થા નહી થતા ત્યાં પણ ખુબ જ મુશ્કેલી પડે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube