Corona: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ PM મોદીને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાની કરી રજૂઆત, જાણો DyCM નીતિન પટેલે શું કહ્યું?
કોરોના (Corona Virus) વધતા કહેર મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે PM મોદી (Narendra Modi) ને પત્ર લખ્યો. જેમાં તેમણે ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની રજુઆત કરી. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા રજુઆત કરી. અહેમદ પટેલના પીએમ મોદીના પત્ર અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના (Corona Virus) વધતા કહેર મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે PM મોદી (Narendra Modi) ને પત્ર લખ્યો. જેમાં તેમણે ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની રજુઆત કરી. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા રજુઆત કરી. અહેમદ પટેલના પીએમ મોદીના પત્ર અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.
કેન્દ્રને ટીમો મોકલવાની કરી અપીલ
પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં સચ્ચા પ્રોટોકોલ સાથે સારવાર થાય તે જરૂરી છે. આ સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો છે કે દવા અને ઇન્જેક્શનના કાળા બજાર પર રોક લગાવવી જરૂરી છે. કારણ કે ગરીબ માણસોને ઉંચી કિંમતે દવાઓ અને ઇન્જેક્શન ખરીદવાની ફરજ પડી રહી છે. તેમણે કહ્યું કે ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને મામલે ભારત સરકાર તાત્કાલિક કેન્દ્રની ટીમો મોકલે.
ટેસ્ટિંગ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન
કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ દ્વારા ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે પત્ર લખવામાં આવ્યો છે તેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે શરૂઆતમાં ગુજરાતમાં 4000-5000 જેટલા સેમ્પલ લેતા હતા. ભારત સરકાર સાથેની સંકલનની પદ્ધતિ દ્વારા ગુજરાતમાં હવે મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવે છેહવે આંકડો મોટો થઈ ગયો છે 23 હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.
(ઈનપુટ-હિતલ પારેખ)
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે