ભલભલાનું કાળજું કંપી જાય તેવી ઘટના! તળાજાના પીંગળી ગામે ખાટલામાં સુતેલા કારડિયા દંપતિની ક્રૂર હત્યા
તળાજાના પીંગળી ગામે રહેતા રાઠોડ શીવાભાઈ મોતીભાઈ અને તેમના પત્ની વસંતબેન શીવાભાઈ રાઠોડની અજાણ્યા ઇસમો દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. દંપતી પર એટલી ક્રૂરતા પૂર્વક ઘા ઝીંકવામાં આવ્યા હતા જે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય.
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામે વૃદ્ધ દંપતિની બેવડી હત્યા કરી દેવામાં આવી હતી. પોતાની ઓસરીમાં સૂતેલા દંપતી ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એકલા રહેતા દંપતિની ક્રૂર હત્યા કરી નાખતા નાના એવા પીંગળી ગામે બેવડી હત્યાના બનાવને લઈને નાના એવા પિંગળી ગામે ચકચાર મચી જવા પામી હતી. જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. જો કે હજુ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવ્યું નથી, પરંતુ પોલીસે હાલ તો આ બન્નેના રહસ્યમય મોતને લઇને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે! અંબાલાલની ભયાનક આગાહી
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા હોય તેવો બનાવ તાજેતરમાં તળાજા તાલુકામાં બનતા ચકચાર મચી જવા પામી હતી. તળાજાના પીંગળી ગામે રહેતા રાઠોડ શીવાભાઈ મોતીભાઈ અને તેમના પત્ની વસંતબેન શીવાભાઈ રાઠોડની અજાણ્યા ઇસમો દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. દંપતી પર એટલી ક્રૂરતા પૂર્વક ઘા ઝીંકવામાં આવ્યા હતા જે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. તપાસ દરમ્યાન આ દંપતીની હત્યાની ઘટના બે દિવસ પહેલા બની હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
ભાજપના સિનિયર નેતાની તબિયત લથડી, તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ!
ગામના છેવાડે ડેલી બંધ મકાનમાં રહેતા આ દંપતી ખેતીવાડીનું કામકાજ કરે છે. તેમના 3 પુત્રો અલગ અલગ જગ્યાઓ પર વ્યવસાય કરે છે. આ દંપતી બે દિવસ પહેલા બગદાણા ધામે બજરંગદાસ બાપાના મંદિરે દર્શન કરવા ગયું હતું અને ત્યાંથી પાછા ફરી નિત્યક્રમ પતાવી ઓસરીમાં સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ડેલી કૂદીને અંદર ઘુસી પ્રાણ ઘાતક હથિયારોના ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી હશે તેવું હાલ પોલીસ અનુમાન લગાવી રહી છે.
માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું
માતાપિતા એકલા રહેતા હોય આ દંપતીને તેમના પુત્રો ફોન કરી ખબરઅંતર પૂછી લેતા હતા, એ રીતે પુત્રો માતાપિતા સાથે વાત કરવા ફોન કરી રહ્યા હતા. પરંતુ બે દિવસ છતાં પણ ફોન રિસીવ નહિ થતાં પાડોશીને ફોન કરી તપાસ કરવા જણાવ્યું હતું. જેથી પાડોશી તેમના ઘરે ગયા હતા, પરંતુ ડેલી અંદરથી બંધ જણાતાં તેમણે વૃદ્ધ દંપતીને અવાજ લગાવ્યો હતો તેમ છતાં કોઈ પ્રત્યુતર નહિ મળતાં ડેલી પર ચડી અંદર નજર કરી હતી. પરંતુ અંદરનું દૃશ્ય જોઈ પાડોશી હેબતાઈ ગયા હતા. બંને દંપતીની હત્યા કરેલી હાલતમાં લાશ ખાટલામાં જોવા મળતા આજુબાજુના લોકોને એકત્રિત કરી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ
ઘટનાની ગંભીરતા જોઈ એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કોર્ડ, તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. ખાટલામાં સૂતેલા દંપતીને કોઈ અજાણ્યા ઈસમોએ એટલી ક્રૂરતા પૂર્વક ઘા ઝીંકવામાં આવ્યા હતા, જે જોઈ પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી. જોકે હત્યા કરવા પાછળના કારણ સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી ત્યારે તાબડતોબ અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી છે.
શું વિશ્વ કપ જીતી શકશે ભારત? યુવરાજ સિંહના નિવેદને વધારી રોહિત સેનાની ચિંતા
ભાવનગરના જિલ્લાના તળાજા તાલુકા ની હદમાં આવતા નાના એવા પીંગળી ગામે બનેલી આ ઘટના એ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. વૃદ્ધ દંપતીની હત્યા એટલી ક્રૂરતાથી કરવામાં આવી છે જેના કારણે પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. કોઈ સાથે અણબનાવ કે ઝઘડા બાબતે પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ, પાડોશીઓ અને પરિવારના લોકોનું કહેવું છે કે પુત્રો અલગ અલગ સ્થળે નોકરી કરતા હોય આ દંપતી ઘણા સમયથી એકલા જ રહે છે. અને ખેતીનું કામકાજ કરે છે. તેમજ તેમને ક્યારેય કોઈ સાથે કોઈ બોલાચાલી કે અન્ય કોઈ બબાલ થઇ નથી, તો પછી આ હત્યા કોને કરી હશે? શા માટે કરી હશે? તે સૌથી મોટો સવાલ છે.
યમુનાના પાણીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પૂરનું જોખમ વધ્યું, કેજરીવાલે બોલાવી બેઠક
ડોગની મદદથી પોલીસે આ ઘરની આસપાસના વિસ્તારોની પણ સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ વાડી વિસ્તારોમાં પણ તપાસ કરી હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ કે હથિયારો મળ્યા ના હતા, શાંત સ્વભાવ ધરાવતા દંપતીની આટલી ક્રૂરતા પૂર્વક હત્યા થઈ જતાં ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વિપક્ષી દળોની બેઠકમાં 17 અને 18 જુલાઈએ સોનિયા ગાંધી રહેશે હાજર, AAP પર સસ્પેન્સ
ભાવનગર જિલ્લામાં બનેલી આ ડબલ મર્ડરની ઘટનાએ હાલ તો શહેર અને જિલ્લામાં ચકચાર મચાવી છે, પરંતુ હવે આ બનાવ શા માટે બન્યો છે, તે પોલીસ માટે તપાસ નો વિષય છે, ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.