ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે! આ આગાહીની અવગણના ના કરતા, નહીં તો...
Gujarat Monsoon 2023: ગુજરાતમાં વરસાદના વધુ એક ખતરનાક રાઉન્ડની ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે. તો હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે. બંગાળની ખાડીમા ડીપ ડીપ્રેશન બનતાં રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને બારે મેઘ ખાંગા થઈ શકે છે. 23થી 30 જુલાઈ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જુલાઈ મહિનામાં અગાઉ ક્યારેય ન પડ્યો હોય તેટલો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ 16થી 19 જુલાઈ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે પણ કહ્યું કે, અગાઉ ક્યારેય નહી જોયું હોય તેવું ચોમાસુ જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે. 16 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓ ગાંડીતૂર બની શકે છે. 16 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક ઠેકાણે ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
જુલાઈમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે. આજે ગુજરાતમાં એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે. 16 જુલાઈના રોજથી ફરી વરસાદનું જોર વધશે.
16 જુલાઈથી વરસાદનો આક્રમક ત્રીજો રાઉન્ડ આવશે અને 19 જુલાઈ સુધી ભૂક્કા બોલાવી દેશે. ફરી એકવાર 23 જુલાઈથી વરસાદનો ચોથો રાઉન્ડ આવશે જે 30 જુલાઈ સુધી રહેશે. વરસાદનો બીજો રાઉન્ડ તોફાની રહ્યો હતો અને 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે ત્રીજો રાઉન્ડ પણ તોફાની આવી શકે છે અને પવનનું જોર વધી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને બાદમાં પણ પુષ્ય નક્ષત્રમાં રાજ્ય સહિત દેશમાં વરસાદનું જોર રહેશે. તેમણે કહ્યું કે, વર્તમાન ચોમાસું વિશિષ્ટ પ્રકારનું રહેશે અને જેમાં અતિશય વરસાદ પડી શકે છે. 16 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે અને 19 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન આકાશી આફત પણ આવી શકે છે અને કડાકા ભડાકા સાથે વીજળી પડી શકે છે અને પશુઓને નુકસાન પણ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.
Trending Photos