Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં આવેલ ત્રણ માળિયામાં દાદર ધરાશાય થઈ ગયો હતો, ઈમારત નો દાદર ધરાશાય થઈ જતાં તેમાં રહેતા 6થી વધુ રહેવાસીઓ ફસાઈ ગયા હતા. જેને ફાયર વિભાગની રેસ્ક્યું ટીમ દ્વારા સલામત બહાર કાઢી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતનગર વિસ્તારમાં પ્રગતિનગરમાં હાઉસીંગ બોર્ડના ત્રણ માળિયા 30 કરતા વધુ વર્ષથી બનાવવામાં આવેલા છે, આ ત્રણ માળિયા મકાનોની ઇમારતો છેલ્લા ઘણા સમયથી જર્જરિત બની છે, ઈમારત જર્જરિત બનતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઘણા સમયથી ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ ને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ હાઉસીંગ બોર્ડના અધિકારીઓ તંદ્રાવસ્થામાં હોય આજદિન સુધી કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે જર્જરિત બનેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈમારતનો દાદર નો આખો ભાગ આજે અચાનક ધરાશાય થઈ ગયો હતો, દાદર તૂટી પડતાં ઈમારતમાં રહેનારા 6 થી વધુ લોકો ઉતરી નહિ શકતા ફસાઈ ગયા હતા. જોકે દાદર ધરાશાય થયો ત્યારે રહેવાસીઓ માથી કોઈ તેનો ઉપયોગ ના કરતું હોય જાનહાનિ ટળી હતી, ફાયર વિભાગને સમગ્ર ઘટના ની જાણ થતાં જ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી હતી, તેમજ ફસાયેલા તમામ લોકોને સલામત બહાર કાઢવા હતા. 


ઐતિહાસિક ઘટના : આઝાદી પછી પહેલીવાર કોઈ જૈન મુનિ પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા


ગુજરાત હાઉસીંગ બોર્ડના આશરે 500 થી વધુ મકાનો ઘણા લાંબા સમયથી જર્જરિત બન્યા હતા, જ્યાં રહેતા લોકોએ ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ રીપેરીંગ કે નવા બનાવવાની કોઈજ કામગીરી બોર્ડ દ્વારા કરવામાં ના આવી, જેના કારણે છેલ્લા ઘણા સમયથી અહીંના મકાનો, છત, બાલ્કની, સહિત અનેક ભાગો તૂટી રહ્યા છે, અગાઉ આજ રીતે અહી નજીકમાં આવેલી એક ઇમારતના દાદર નો ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ના હતું. 


બાબા બાગેશ્વરના દરબારમાં જવા પાસ શોધી રહ્યા છો, તો આ અંગે આવ્યા મોટા અપડેટ


ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં ત્રણ માળિયા ઈમારતના દાદરનો ભાગ તૂટી પડતા જેમાં રહેતા 6થી વધુ રહીશો ઉપર જ ફસાઈ ગયા હતા. આ બાદ તાત્કાલિક રેશ્ક્યું કામગીરી શરૂ કરાવી હતી, સદનસીબે દાદર તૂટી પડ્યો ત્યારે કોઈ વ્યક્તિ ચડઉતર ના કરતું હોય કોઈજ જાનહાનિ થઇ ન હતી, ત્યારે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ત્વરિત કામગીરી શરૂ કરી તમામ લોકોને સલામત બહાર કાઢી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કદાચ જાનહાનિ થઈ હોત તો તેનું જવાબદાર કોણ એવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. 


આ વિશે ગુજરાત હાઉસિંગ બોર્ડના મૌલિક કંકોસિયાએ જણાવ્યું કે, ભરતનગરના પ્રગતિનગર વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બન્યા હોય સ્થાનિક રહીશોને આવા જર્જરિત મકાનો ખાલી કરી દેવા હાઉસીંગ બોર્ડ દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં લોકો પહેલા રહેવા મકાન આપવાનું જણાવી જર્જરિત મકાન ખાલી કરતા નહોતા.


 


આ CCTV જોઈ હચમચી જશો, જુઓ પિતાએ કેવા નિર્દયી થઈ દીકરીની મટન કાપવાના છરાથી હત્યા કરી