રાજેન્દ્ર ઠકકર/કચ્છ: દર વર્ષે ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતી. તે ઘડી આ વર્ષે ખૂબ ઝડપી આવી ગઈ છે. ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ આજે બપોરે ઓવરફ્લો થયું છે. સતત બીજા વર્ષે તળાવ છલકાતા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ


સતત બીજા વર્ષે ભુજનું હમીરસર તળાવ છલકાયું
ભુજમાં છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છમાં વાવાઝોડા બાદ સચરાચર વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઑગન સ્થળે વરૂણ દેવને નમન કર્યા હતા અને કચ્છની કુળદેવી આશાપુરાનો આભાર માન્યો હતો. ભુજવાસીઓના હ્રદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે, તો દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોમાં પણ આનંદ ફેલાયો છે.


અંતે પ્રભુને ગમ્યું એ જ ખરું! ભાવનગરના મહિલાને માર્ગ અકસ્માત નડતાં બ્રેઇનડેડ, 3ને નવ


સતત બીજા વર્ષે પણ તળાવ છલકાતાં લોકોમાં આનંદની લાગણી
હમીરસર તળાવમાં ઓગન સ્થળ પર ભુજ નગરપાલિકાના તમામ નગરસેવકો 5 હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. તો ભુજનું હમીરસર તળાવ છલકાતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હમીરસર તળાવ છલકાયું હતું અને આ વર્ષે પણ હમીરસર તળાવ છલકાતાં લોકો ખૂબ ખુશ થયા હતા.


ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, 12 જેટલા લોકોના મોત, દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ


અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે ચુસ્ત બંદોબસ્ત
મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા પહોંચ્યા હતા અને તળાવ ઓગનતાની સાથે જ લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લાઈફ સેફ્ટીના સાધનો તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે ડિઝાસ્ટરની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


લગ્નની પહેલી રાતે રતિક્રિડા વેળાએ ના કરતા આવી ભૂલ, નહીં તો રીસાઈ જશે તમારી રોણી! 


ભુજમાં એક દિવસની જાહેર રજા
ઉલ્લેખનીય છે કે, હમીરસર તળાવ ગુજરાતનું એકમાત્ર તળાવ છે જે ઓવરફલો થયા બાદ ભુજની તમામ સરકારી કચેરીમાં રજા જાહેર કરવામાં આવે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજમાં હ્રદય સમા હમીરસર તળાવ ઓગનવાની ખુશીમાં એક દિવસની જાહેર રજા પાડવામાં આવશે, ત્યારે ઐતિહાસિક પરંપરા મુજબ કલેકટ૨ દ્વારા જાહેરનામું બહાર પાડીને રજા પણ જાહેર કરવામાં આવશે. 


જિયોની નવી સ્કીમ! જન્મતારીખ કે લકી નંબરને બનાવો મોબાઇલ નંબર, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ