જિયોની નવી સ્કીમ! જન્મતારીખ કે લકી નંબરને બનાવો મોબાઇલ નંબર, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

જો તમે પણ જિયોનો વીઆઈપી નંબર ઈચ્છો છો તો તમારી પાસે એક શાનદાર તક છે, જ્યાં તમે તમારા પસંદગીના નંબરને મોબાઇલ નંબર બનાવી શકો છો. 

જિયોની નવી સ્કીમ! જન્મતારીખ કે લકી નંબરને બનાવો મોબાઇલ નંબર, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

નવી દિલ્હીઃ જિયો તરફથી એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જ્યાં યૂઝર્સ પોતાના પસંદના મોબાઇલ નંબર મેળવી શકશે.આમ તો ઘણી કંપનીઓ વીઆઈપી નંબરની સિરીઝ કાઢે છે. આ નંબરમાંથી તમારે એક નંબર પસંદ કરવાનો હોય છે. પરંતુ જિયોની નવી સ્કીમમાં ગ્રાહક ખુદ પોતાની પસંદગીના મોબાઇલ નંબરના 4થી 6 અંતિમ નંબર પસંદ કરી શકશે. જિયોની આ ખાસ સ્કીમ માટે તમારે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવી પડશે. 

કેટલો ચાર્જ લાગશે?
જિયોની નવી સ્કીમ માટે તમારે માત્ર એકવાર 499 રૂપિયા આપવા પડશે. આ ખાસ ઓફર જિયોના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્રકારના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. યૂઝર્સે 499 રૂપિયા સિવાય કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં. 

કઈ રીતે પસંદ કરશો નંબર
જિયોના પસંદગીના નંબરમાં તમે જન્મતારીખ, લકી નંબરની સાથે પસંદગીના નંબરની સીક્વેન્સ પસંદ કરી શકશો. તેમાં શરૂઆચી ચાર કે 6 નંબર ફિક્સ રહેશે, જ્યારે અંતના નંબર તમે તમારી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરી શકશો. આ પ્રોસેસને મોબાઇલ નંબર કસ્ટમાઇઝેશન પણ કહેવામાં આવે છે. 

ફોલો કરો આ સ્ટેપ્સ
- સૌથી પહેલા તમારે https://www.jio.com/selfcare/choice-number/ પર મુલાકાત લેવી પડશે. ત્યારબાદ સેલ્ફ કેર સેક્શનમાં જવું પડશે.
- તો યૂઝર્સ સીધા ફોનમાં MyJio એપથી આ સ્ટેપ સુધી પહોંચી શકે છે.
- ત્યારબાદ તમે મોબાઇલ નંબર સિલેક્શન સેક્શનમાં પહોંચી જશો.
- જ્યાં તમારે તમારો વર્તમાન નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ ઓટીપીથી નંબર વેરિફાઈ કરવો પડશે. 
- ત્યારબાદ તમને નવો નંબર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- જ્યાં તમે તમારી ઈચ્છા પ્રમાણે છેલ્લા ચાર કે છ નંબર પસંદ કરી શકશો.
- મનગમતો નંબર પસંદ કર્યા બાદ તમારે પેમેન્ટ ઓપ્શનમાં જવુ પડશે.
અહીં તમારે 499 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
- પેમેન્ટ થયાના 24 કલાકમાં તમારો નવો નંબર એક્ટિવ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news