Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છ જિલ્લામાંથી કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. હવે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને હવે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવી ગયું છે. એવુ કહી શકાય કે કચ્છમાં ભગવો લહેરાયો છે. ધારાસભ્ય અને સાંસદ પદ સહિત તમામ પદો પર ભાજપના હોદ્દેદારો જોવા મળશે. જિલ્લામાંથી કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં ભગવો લહેરાયો 
કચ્છમાં સાંસદ ભાજપના, છ એ છ ધારાસભ્યશ્રીઓ ભાજપના, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવી ગયું છે. નગરપાલિકામાં ભાજપનું શાસન, અને અગાઉ કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 8 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને લખપત અને અબડાસા એમ 2 માં કોંગ્રેશનું શાસન હતું. પરંતુ આ બંને જગ્યાએ પણ હાલે બીજી ટર્મના હોદ્દેદારોની નિમણુંક વખતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે. આવી રીતે કચ્છમાં સાંસદ, તમામ ધારાસભ્યો અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભગવો લહેરાયો છે.


ગુજરાતીઓ સાચવજો! વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં મળે પેટ્રોલ પંપ


કચ્છ જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્ત બન્યો છે. 10 તાલુકા પંચાયત પણ હવે ભાજપના ખાતામાં આવી ગઈ છે. જિલ્લા પંચાયત પણ હવે ભાજપ પાસે આવી ગઈ છે. 


માંડવી તાલુકા પંચાયત
પ્રમુખ - કેવલભાઈ કિશોરભાઈ ગઢવી
ઉપ પ્રમુખ - શિલ્પાબેન નાથાણી
કારોબારી ચેરમેન - વિક્રમસિંહ જાડેજા
સતા પક્ષ ના નેતા -  જેક્સનભાઈ સંગાર
 
નખત્રાણા તાલુકા પંચાયત
પ્રમુખ - ભાવના બેન પટેલ ની વરણી કરવામાં આવી
ઉપ પ્રમુખ - દક્ષા બેન બારું (ઠક્કર)
કારોબારી ચેરમેન - ઉત્તપલસિંહ જાડેજા
સતા પક્ષ ના નેતા - સ્વાતીબેન ગોસ્વામી


વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો આદેશ


ભુજ તાલુકા પંચાયત
પ્રમુખ - વિનોદ વરસાણી ની વરણી કરવામાં આવી
ઉપ પ્રમુખ - પ્રર્વીણા બેન રાઠોડ
કારોબારી ચેરમેન - ધનજી ભાઈ ચાવડા
સતા પક્ષ ના નેતા - રમેશ ગઢવી
 
ગાંધીધામ તાલુકા પંચાયત.
પ્રમુખ - શાંતિબેન હરીશભાઈ બાબરિયા ની વરણી કરવામાં આવી
ઉપપ્રમુખ - વનભાઈ મમુભાઈ રબારી
કારોબારી ચેરમેન - પ્રવિણસિંહ મહેન્દ્રસિંહ જાડેજા
શાસક પક્ષના નેતા - મીઠીબેન દલપતભાઈ સોલંકી


ગુજરાતમાં દારૂબંધી કેટલી વાજબી? : હાઈકોર્ટ પહોંચ્યો મામલો, આ તારીખથી શરૂ થશે સુનાવણી
 
રાપર તાલુકા પંચાયત
પ્રમુખ - કેસરબેન બગડા ની વરણી કરવામાં આવી
ઉપપ્રમુખ - ભાવેશ પટેલ
કારોબારી ચેરમેન - જયદીપસિંહ જાડેજા
શાસક પક્ષ નેતા - મોહનભાઇ બારડ
 
ભચાઉ તાલુકા પંચાયત
પ્રમુખ - રાણુંભા જાડેજાની વરણી કરવામાં આવી
ઉપપ્રમુખ - પરબત આહીર
કારોબારી - રામીબેન નાથાભાઈ રબારી


મુખ્યમંત્રીના સ્વાગતના આમંત્રણ સામે કોંગ્રેસે 2 હાથ જોડ્યા, 2 નેતાઓએ ઘસીને પાડી ના


લખપત તાલુકા પંચાયતમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે. લખપત તાલુકા પંચાયત પર પણ ભાજપનો કબજો આવી ગયો છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત ભાજપે છીનવી છે. કોંગ્રેસના બે સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે. અહીં પ્રમુખ તરીકે દયાબા જશુભા જાડેજા અને ઉપ પ્રમુખ તરીકે જુગરાજ સિંગની વરણી કરાઈ છે. 


અબડાસા તાલુકાના પંચાયત પર ભાજપનો કબજો આવ્યો છે. અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી છે. કોંગ્રેસના બે  સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે. કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. જેથી અહીં મહાવીરસિંહ જાડેજાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે રમીલાબેન ગજરા બન્યા છે. આમ, અબડાસા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો જોવા મળ્યે. કોંગ્રેસે અબડાસા તાલુકા પંચાયત હાથમાંથી ગુમાવી છે. આમ, અબડાસા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન જેવા મળ્યું.


રાજસ્થાનમાં 12 ગુજરાતીઓને કાળમુખી ટ્રકે કચડ્યા, હાઈવે પર વેરવિખેર પડ્યા હતા મૃતદેહો