ગુજરાતના મુખ્યમંત્રીના સ્વાગતના આમંત્રણ સામે કોંગ્રેસે 2 હાથ જોડ્યા, 2 નેતાઓએ ઘસીને પાડી ના

Gujarat Vidhansabha : ઈ-વિધાનસભાના લોન્ચિંગ કાર્યક્રમમાં કોંગ્રેસની વિરોધની રાજનીતિ.. મુખ્યમંત્રી અને સંસદીય કાર્યમંત્રીનું સ્વાગત કરવાનું કોંગ્રેસે ટાળ્યું.. શૈલેષ પરમાર અને અમિત ચાવડાએ કર્યું પ્રણાલી વિરુદ્ધનું કાર્ય..
 

ગુજરાતના મુખ્યમંત્રીના સ્વાગતના આમંત્રણ સામે કોંગ્રેસે 2 હાથ જોડ્યા, 2 નેતાઓએ ઘસીને પાડી ના

Gujarat Congress : આજથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થઈ છે. ગુજરાતની વિધાનસભા પૂરી રીતે ડિજીટલ બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કાર્યક્રમનું શરૂઆતમાં વિધાનસભામાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. પરંતુ ઈ-વિધાનસભાના શુભારંભમાં પણ કોંગ્રેસને વિરોધ યાદ આવ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત કરવાનું કોંગ્રેસે ટાળ્યું હતું. અમિત ચાવડાને સ્વાગત માટે આમંત્રણ અપાયું હતું. પરંતું અમિત ચાવડાએ માત્ર બેઠાં બેઠાં બે હાથ જોડ્યા હતા. આમ, મુખ્યમંત્રીના સ્વાગતમાં અમિત ચાવડા ના જોડાયા. તેમજ કોંગ્રેસના શૈલેષ પરમારે પણ સ્વાગતનો ઈન્કાર કર્યો હતો. સંસદીય કાર્ય મહોદયના સ્વાગત માટે શૈલેષ પરમારને આમંત્રણ આપ્યું હતું. 
  
આજે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગત માટે અમિત ચાવડાને આમંત્રણ અપાયું હતું. અમિત ચાવડાએ બેઠાં બેઠાં હાથ જોડ્યા હતા, પરંતુ સ્વાગત કરવામાં જોડાયા ન હતા. તો સાથે જ કોંગ્રેસના શૈલેષ પરમારે પણ સ્વાગત કરવાનો ઈન્કાર કર્યો હતો. 

સ્વાગત ન કરવાનું કારણ જણાવ્યું 
ત્યારે વિધાનસભા ગૃહમાં સ્વાગત ના કરવા મુદ્દે અમિત ચાવડાએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય ત્યારે આ સરકારના ઇશારે દલાલી કરતી પોલીસે અપહરણ કર્યું છે. કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના 3 સભ્યોને સરકારની દલાલી કરતી પોલીસ ઉઠાવી ગઈ છે. ગઈકાલે ભાવનગરના સિહોરમાં પણ આવો બનાવ બન્યો છે. ગૃહમાં રાષ્ટ્રપતિને રજુઆત માટે કહ્યું, જોકે સ્પીકરે ગૃહની ગરીમા જાળવવાની વિનંતી કરતાં અમે રજુઆત ન કરી. રાષ્ટ્રપતિને મળવાનો અમે લેખિતમાં સમય માંગ્યો છે. વિધાનસભામાં લોકશાહીના ગુણગાન ગાવાના અને બહાર લોકશાહીની હત્યા કરવાની છે. લોકશાહીની હત્યા થતી હોય ત્યારે વિપક્ષ મુખ્યમંત્રીનું સન્માન ના કરી શકે. 

આ અમારો પ્રતિક વિરોધ છે - અમિત ચાવડા 
અમિત ચાવડાએ જણાવ્યું કે, આ અમે પ્રતીક વિરોધ કર્યો છે. સન્માન કરવાથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. રાષ્ટ્રપતિનું સંપૂર્ણ માનસન્માન અને ગૃહની ગરિમા અમે જાળવી છે. રાષ્ટ્રપતિની હાજરીમાં લોકશાહીની હત્યા થતી હોય ત્યારે લોકોનો અવાજ બનવા માટે વિરોધ કર્યો છે. મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્ય મંત્રીના સીધા ઇશારે કોંગ્રેસના સભ્યોને ઉઠાવવામાં આવ્યા છે. આવા મુખ્યમંત્રીનું સ્વાગત કોંગ્રેસ ના કરી શકે. લોકશાહી ખતમ કરવાના કૃત્યો થકી હોય તે રાષ્ટ્રપતિનું મોટું અપમાન કહેવાય. ગુજરાતની ધરતી પર લોકશાહીની હત્યાએ રાષ્ટ્રપતિનું અપમાન છે. 

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના આવા વર્તન વિશે કહ્યું કે, ગુજરાતની મહિમા થતા હોય તો મહિના ખંડિત કરવાની પ્રવૃત્તિ પ્રવૃત્તિ કોંગ્રેસે કરી છે. ચાર દિવસથી વિધાનસભા ચાલે છે. તેમને વિરોધ કરવો હોય કે વિષય મૂકવો હોય તો પોતાની વાત મૂકી શકતા હતા. પરંતુ જાહેરમાં ગુજરાતની મહિમા અને ગૌરવનું ખંડન કરવુ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસે આવી પ્રવૃત્તિઓ કરી છે. અને આજે તેમાં એક વધારો કર્યો છે. કોંગ્રેસની રીત સદા ચાલતી આવી છે. ગુજરાત માટે કોંગ્રેસ ખંડન કરતી આવી છે. ગુજરાતની મહિમાનું ગૌરવ હણવાની પ્રવૃત્તિ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news