Ahmedabad News : રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્મતાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત, તો એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે AMTS બસની સ્પીડને કન્ટ્રોલ કરાવવા મોટો નિર્ણય લેવાયો છે. હવે AMTS ના ચાલકો 45 કિમીથી વધુની સ્પીડે બસ નહિ હંકારી શકે. AMC એ બસની સ્પીડ અંગે મોટો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસે 8 વાહનોને ટક્કર મારી
રવિવારે સાંજે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. AMTS બસ ચાલક ની બ્રેક ફેલ થઈ જાય અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલક એ એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. અક્સ્માત થતા લોકો ની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો. આમિર મન્સૂરી 10 વર્ષ થી બસ ચલાવે છે ત્યારે એન ટ્રાફીક પોલીસે બસ ચાલક ની ધરપકડ કરી બીજા દિવસે એટલે કે  સોમવારે સવારે જામીન પર મુક્ત કર્યો હતો. AMTS બસ નંબર GJ01 KT 0952 અમદાવાદ સ્થિત ઘુમાથી હાટકેશ્વર જઇ રહી હતી. મળતી માહિતી અનુસાર 151 નંબરની આ બસ જ્યારે જોધપુર ચોકડી પાસે સ્ટાર બજાર પાસે પહોંચી તો બસની બ્રેક ફેલ થઇ ગઇ હતી. ત્યારબાદ બસે એક પછી આઠ ગાડીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.


પદ્મિનીબા ફરી ભડક્યાં : પાંચ તત્વોનું નામ લઈને કહ્યું, આંદોલનની પથારી ફેરવી નાંખી


AMC એ સ્પીડ પર બ્રેક મારી
અવારનવાર બનતા એઅમટીએસ બસથી થતા અકસ્માતને રોકવા માટે AMC એ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે, હવે એએમટીએસની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTS અકસ્માતનો મામલે AMTS ના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50 થી 60 km પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40 થી 45 km પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ખાનગી ઓપરેટરો પાસ દંડની વધુ રકમ વસૂલવા માટે પણ ચર્ચા થઈ હતી તેવું  AMTS ના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું. 


Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગ


બસ ડ્રાઈવર ચાલુ બસમાં આઈપીએલ મેચ જોતો હતો 
હજી થોડા સમય પહેલા amts અકસ્માત અને brts ડ્રાઈવીંગ કરતા સમયે મોબાઈલમાં ipl મેચ જોવાનો મામલો સામે આવ્યો હતો. જેના બાદ પણ amts અને brts ના અધિકારીઓની કમિશનર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. બંને સેવાઓના વાઇરલ થયેલા વીડિયો બાદ કમિશનર રોષમાં જોવા મલ્યો હતો. જેથી બેઠકમાં થઇ અતિ મહત્વની બાબતોએ ચર્ચા અને નિર્ણય લેવાયા હતા. ગત મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે, amts ની મહત્તમ સ્પીડ 50 km પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40 km પ્રતિ કલાકની કરાશે. બીજા તબક્કામાં brts ની સ્પીડ પણ ઘટાડવા અંગે પણ ચર્ચા થઈ હતી. સાથે જ brts ચાલકોના ચેકીંગ માટે 25 જેટલા બ્રેથ એનલાઇઝર મશીન ખરીદવાનો નિર્ણય કરાયો હતો. amts ચાલકોના સરપ્રાઈઝ ચેકીંગ માટે ડેપ્યુટી કમિશનર સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ ખુદ મેદાનમાં ઉતરશે. તેમજ amts ચાલકોની શિફ્ટના કોઈપણ સમયે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે. 


ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોત