Ahmedabad Property Market અમદાવાદ : અમદાવાદમાં વધતી જતી વસતી અને વાહનચાલકોની સંખ્યાને પગલે ટ્રાફિક જામતો જાય છે. પૂર્વમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય છે. પૂર્વમાંથી પશ્વિમમાં રોજ આવતા વાહનચાલકો રોજ પેટ્રોલનો ધૂમાડો કરે છે. હવે સરકારે લાખો વાહનચાલકો માટે મોટો નિર્ણય લીધો છે. આજે ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી અમદાવાદને મોટી ભેટ આપવાના છે. વિશાલાથી નારોલ સુધી 8 લેનનો બ્રિજ બનશે. વિશાલાથી સરખેજ સુધીનો ફ્લાયઓવર 6 લેન બનશે. NHAI 1200 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાશે. પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. ત્યારે આ બ્રિજથી અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. સાથે જ વડોદરા, મુંબઈ તરફ જનારા મુસાફરોને મોટો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
હાલ પૂર્વના વિસ્તારોમાં રહેતા લોકોને પશ્ચિમ વિસ્તારમાં આવવું હોય તો આ હાઈવે મહત્વનો માર્ગ ગણાય છે. પરંતુ આ હાઈવે ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે એકવાર જો નારોલ હાઈવે બની જશે, તેના બાદ પૂર્વ વિસ્તારના લોકો સડસડાટ ગાડી દોડાવીને સરખેજ સુધી પહોંચી જશે. જોકે, વિશાલાથી આગળ જઈને સરખેજ પર ટ્રાફિક જામ આવી શકે છે.  


અમદાવાદમા અહીં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાયઓવર, ઉંચકાશે પ્રોપર્ટી માર્કેટ
  
વિશાલા થી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનાવાશે
આવતીકાલે નારોલ જંક્શનથી વિશાલા - સરખેજ જંકશન સુધી nhai દ્વારા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એલિવેટેડ ફલાયઓવરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાશે. હવે ટ્રાફિકથી ધમધમતો વિશાલા નારોલ બ્રિજ 8 લેનનો બનશે. વિશાલા થી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનાવાશે. 


નશામાં સ્ટંટ કરવા ગયેલા યુવકે પોતાને જ ગોળી મારી! અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ


ગુજરાતને અન્ય 3 બ્રિજની ભેટ
પીએમ મોદી દેશભરમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરી રહ્યા છે. પીએમ મોદી નેશનલ હાઈવે ના વર્ચ્યુઅલી ગુજરાતના ત્રણ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે. નેશનલ હાઈવેના ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ કામોનું ખાતમુહૂર્ત પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે. ત્રણ પ્રોજેક્ટમાં અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા શાસ્ત્રી બ્રીજનું આંઠ માર્ગીકરણ, નારોલથી સરખેજ જંક્શનનું છ માર્ગીકરણ થશે. તો ગાવડકા-બગસરા સેક્શન તથા વાવ-સતલાસણાથી વૃંદાવન ચોકડી સુધી માર્ગના કામો માટે ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે. ગાંધીનગર થી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે. જેને પગલે ગુજરાતના વિકાસને ચારચાંદ લાગશે.


ગુજ્જુ મહિલાઓ બની ડ્રોન દીદી : જેમને સાયકલ ચલાવતા પણ આવતી ન હતી, તે હવે ડ્રોન ઉડાડશે