ગુજ્જુ મહિલાઓ બની ડ્રોન દીદી : જેમને સાયકલ ચલાવતા પણ આવડતી ન હતી, તે હવે ડ્રોન ઉડાડશે
Drone Didi Yojana : સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ગુજરાતની મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામા આવી, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા
Trending Photos
Aatma nirbhar bharat અલકેશ રાવ/બનાસકાંઠા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં (વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા) નમો ડ્રોન દીદી યોજના" અંતર્ગત આજે સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને 1000 ડ્રોન અર્પણ કરાયા જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા જ્યાં 106 ડ્રોન દીદીઓએ એકસાથે આકાશમાં ડ્રોન ઉડાડતા અધભુત નજારો છવાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શીતા હેઠળ ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી "નમો ડ્રોન દીદી યોજના" અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણનો કાર્યક્રમ આજે યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU)ના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. એકસાથે આકાશમાં 106 ડ્રોન ઉડતા અધભુત નજારો જોવા મળ્યો હતો. સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈ ડ્રોન ઉડાડી ડ્રોન પાયલોટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો હતો.
સુરેન્દ્રનનગરની ડ્રોન દીદી હેતલબેન વાળાએ કહ્યું કે, મને ડ્રોન દીદીનું ગૌરવ મળ્યું છે મને સાયકલ ચલાવતા આવડતું ન હતું આજે હું ડ્રોન ચલાવું છું. તો રેણુકા ચૌહાણે કહ્યું કે, મારુ ડ્રોન દીદીમા સિલેક્શન થતા હું આજે ડ્રોન ચાલવું છું.હું હવે ખેતી ડ્રોનનો ઉપયોગ કરીશ. તો દીપાલીબેને કહ્યું કે, મને ડ્રોન મળ્યું છે. હું મહારાષ્ટ્રની પહેલી ડ્રોન દીદી બની છું. હું હવે મારા પગ ઉપર ઉભી રહી શકીશ.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ સંપન્ન થયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" (VBSY) દરમ્યાન કરવામાં આવેલ Drone Demonstration સમગ્ર ગુજરાતનાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આજે ભારત સરકારના રસાયણ અને ખાતર વિભાગના માર્ગદર્શન હેઠળ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) તથા અન્ય અગ્રગણ્ય ખાતર ઉત્પાદક કપનીઓ IFFCO, RCF અને PPLના સહયોગથી દાંતીવાડા ખાતે ડ્રોન દીદી કાર્યક્રમ યોજાયો હતો તેમાં ગુજરાતમાં પ્રથમવાર 106 ડ્રોન દીદીઓએ ડ્રોન ઉડાડતા પ્રધાનમંત્રી મોદીની આ યોજના મહિલાઓ માટે એક આત્મનિર્ભર અને મહત્વલક્ષી યોજના હોવાનું કહી ભાજપના નેતાઓ ગૌરવ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે