અમદાવાદના આ વિસ્તારમાં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાયઓવર, ઉંચકાશે પ્રોપર્ટી માર્કેટ

Narol To Sarkhej Six Lane Flyover : PM મોદીએ અમદાવાદને મોટી ભેટ આપી છે. અમદાવાદ પૂર્વમાં વિશાલાથી નારોજ સુધી 8 લેનનો બ્રિજ બનશે તો વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનશે. જેને પગલે નારોલ આસપાસના વિસ્તારોની પ્રોપર્ટીના ભાવમાં બુમ આવશે. જેને પગલે અમદાવાદીઓને મોટો લાભ મળશે.     

અમદાવાદના આ વિસ્તારમાં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાયઓવર, ઉંચકાશે પ્રોપર્ટી માર્કેટ

Ahmedabad Property Market અમદાવાદ : અમદાવાદીઓ માટે ખુશખબર છે કે વિશાલાથી નારોજ સુધી 8 લેનનો બ્રિજ બનશે. વિશાલાથી સરખેજ સુધીનો ફ્લાયઓવર 6 લેન બનશે. NHAI 1200 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાશે. પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરી અમદાવાદથી 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની દેશને ભેટ આપી હતી. ત્યારે આ બ્રિજથી અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. સાથે જ વડોદરા, મુંબઈ તરફ જનારા મુસાફરોને મોટો ફાયદો થશે. અમદાવાદ જ નહીં મોદી આજે અમરેલી અને મહેસાણા જિલ્લા માટે પણ મોટી યોજનાને લીલીઝંડી આપશે. અમદાવાદમાં હાલમાં પૂર્વ વિસ્તારમાંથી આવતા વાહનચાલકો માટે સૌથી મોટી સમસ્યા બ્રિજો બની રહ્યાં છે. વિશાલાથી સરખેજ સુધી એલિવેટેડ કોરિડોર બન્યો તો ટ્રાફિકથી મોટી મુક્તિ મળી જશે.
  
વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનાવાશે
નારોલ જંક્શનથી વિશાલા - સરખેજ જંકશન સુધી nhai દ્વારા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એલિવેટેડ ફલાયઓવરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું છે. જોકે, આ બનતાં સમય લાગશે પણ સરકારના આયોજનને પગલે પૂર્વ વિસ્તારના ચાલકોની મોટી સમસ્યાનો ઉકેલ આવી જશે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ટ્રાફિકથી ધમધમતો વિશાલા નારોલ બ્રિજ 8 લેનનો બનશે. વિશાલાથી સરખેજ સુધી 6 લેનનો ફ્લાયઓવર  બનાવાશે. 

ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
હાલ પૂર્વના વિસ્તારોમાં રહેતા લોકોને પશ્ચિમ વિસ્તારમાં આવવું હોય તો આ હાઈવે મહત્વનો માર્ગ ગણાય છે. પરંતુ આ હાઈવે ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે એકવાર જો નારોલ હાઈવે બની જશે, તેના બાદ પૂર્વ વિસ્તારના લોકો સડસડાટ ગાડી દોડાવીને સરખેજ સુધી પહોંચી જશે. જોકે, વિશાલાથી આગળ જઈને સરખેજ પર ટ્રાફિક જામ આવી શકે છે.  

ગુજરાતને અન્ય 3 બ્રિજની ભેટ
પીએમ મોદીના દેશભરમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સમયે નેશનલ હાઈવેના ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ કામોનું ખાતમુહૂર્ત પીએમ મોદીએ કર્યું હતું. ત્રણ પ્રોજેક્ટમાં અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા શાસ્ત્રી બ્રીજનું આંઠ માર્ગીકરણ, નારોલથી સરખેજ જંક્શનનું છ માર્ગીકરણ થશે. તો ગાવડકા-બગસરા સેક્શન તથા વાવ-સતલાસણાથી વૃંદાવન ચોકડી સુધી માર્ગના કામો પણ મંજૂર થયા છે. . 

અમદાવાદ પૂર્વને થશે મોટો ફાયદો

થોડા દિવસ પહેલાં  દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કરાયા હતા. આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને ૧૫૭૫ કરોડ રૂપિયાના કુલ ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પ્રથમ પ્રોજેક્ટ અન્‍વયે અંદાજે રૂ. ૧૨૯૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ પર સાબરમતી નદી પર ૮ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી ૧૦.૬૩૦ કિલોમીટરના ૬ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે.

નારોલથી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. અમદાવાદ શહેરી વિસ્તાર જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચેથી પસાર થતો હોવાથી ત્યાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે. આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે તથા ઈંધણ અને સમયની બચત માટે વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર બનાવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ રસ્તા પર સાબરમતી નદી પરના હયાત શાસ્ત્રી બ્રીજના સ્થળે નવા ૮ માર્ગીય પુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news