નશામાં સ્ટંટ કરવા ગયેલા યુવકે પોતાને જ ગોળી મારી! અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ

Ahmedabad News : અમદાવાદમાં વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની...ફાયરિંગ કરનાર યુવાને જ ગુમાવ્યો જીવ...મૃતકે પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો થયો ખુલાસો...મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા થઈ...પોલીસ અને FSLએ વધુ તપાસ હાથ ધરી...

1/4
image

અમદાવાદની વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે. જોકે, આ યુવકે પોતે જ ફાયરિંગ કર્યુ હતું અને તેનો જ જીવ ગયો હતો. ફાયરિંગની ઘટનામાં દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના 36 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ગઈ કાલે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં બે જણા હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થઇ ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકે નશાની હાલતમાં પોતાના પર જ ફાયરિંગ કરી દીધું હોવાનુ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. 

2/4
image

નશાની હાલતમાં સ્ટન્ટ કરવાના પ્રયત્નમાં એક યુવકને મોત મળ્યું છે. વેજલપુરની રૂપેશ સોસાયટીમાં આકસ્મિક ફાયરિંગમાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપુત ઉર્ફે ભોલો હતું. 36 વર્ષીય યુવકે નશાની હાલતમાં મજાકમાં પોતાના પર જ ગોળી ચલાવી હતી. 

3/4
image

પ્રાપ્ત માહિતી અનુસાર, દિગ્વિજયસિંહ રાજપૂત પોતાના ડ્રાઇવર અને મહિલા મિત્ર સાથે હતો. તે સમયે તેણે લાયસન્સ વાળા હથિયારથી મજાક કરી હતી. આ મજાકમાં તેના પર જ ફાયરિંગ થયુ હતું. દિગ્વિજયસિંહ અન્ય બે વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. 

4/4
image

આ ઘટના દિગ્વિજયસિંહના પોતાની માલિકીના નિર્માણધીન બંગલામાં જ બની હતી. મૃતક જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો હતો. તેણે નશાની હાલતમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. લાયસન્સવાળી લોડેડ રિવોલ્વર તેણે પોતાના લમણે મૂકી ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરવાની મસ્તી કરતો હતો. બે રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડનું ફાયરિંગ કરતા જ બુલેટ ફાયર થઈ હતી. ફાયરિંગ થતા જ યુવકનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ acp  કક્ષાના અધિકારીનો સ્થળે પહોંચી હતી. હાલ વેજલપુર પોલીસે fsl ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.