Gujarat News: ગુજરાતના રાજકારણમાં શનિવારે મોટા ખેલ પડયા છે અને 2 કદાવર નેતાઓએ રાજીનામા આપી દીધા છે. ભાજપ હવે કાર્યવાહી કરવાના મૂડમાં છે. પાટીલ જૂથના નેતાઓ સીધા ટાર્ગેટ થતાં ગુજરાત ભાજપ એક્ટિવ થયું છે. અમે પ્રદીપસિંહના રાજીનામા મામલે ગુજરાતમાં સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યાં છે કે પ્રદીપસિંહે રાજીનામું આપ્યું છે પણ સાઈડલાઈન થયા નથી. પ્રદીપસિંહે  શનિવારે સવારે જ કહ્યું હતું કે અગ્નિપરીક્ષામાંથી તેઓ તપીને બહાર આવશે. હાલમાં પાટીલ જૂથના આ નેતા માટે અગ્નિપરીક્ષા જેવો માહોલ છે. જેમાં આગામી સમયમાં મોટા માથાઓના નામ ખૂલવાની સાથે પોલીસ ફરિયાદ થાય તો પણ નવાઈ નહીં. પ્રદીપસિંહ આ મામલાને બિલકુલ ભૂલી જવાના મૂડમાં નથી, પ્રદીપસિંહની રાજકીય કારકીર્દી પૂરી કરી દેવા માટે ઘડાયેલા આ પ્લાનમાં આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કડાકા ભડાકા થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદીપસિંહ કરી શકે છે ફરિયાદ
પ્રદીપસિંહના રાજીનામાં મામલે બાદ ભાજપ એક્ટિવ થયું છે. એવી ચર્ચા છે કે ગુજરાત યુનિવર્સસિટીના પૂર્વ કુલપતિએ પ્રદીપસિંહની ભૂમિકા મામલે મોટા ગંભીર આક્ષેપો કર્યા છે. જેઓએ પ્રદીપસિંહના નામજોગ સરકારમાં ફરિયાદ કરી છે. જેમાં પ્રદીપસિંહ સામે ગંભીર આક્ષેપો થતા હાલમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલના આદેશથી પ્રદીપસિંહે રાજીનામું આપીને આ મામલામાં પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરી દીધી છે. બીજી તરફ એવું કહેવાય છે કે પ્રદીપસિંહને બદનામ કરવા માટે એક પત્રિકાયુદ્ધ શરૂ કરાયું છે. કમલમમાં અને સરકારમાં પ્રદીપસિંહના વધતા જતા કદને દબાવવા માટે કેટલાક નેતાઓએ પત્રિકાયુદ્ધ શરૂ કરાવ્યું છે. જેમાં હાથો ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ બન્યા હોવાની ચર્ચા છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલાની અરજી અંતર્ગત અમદાવાદની પોલીસે હિમાંશુ પંડયાની 5 કલાક સુધી પૂછપરછ કરી છે. આ કેસમાં પ્રદીપસિહ પોતાની જાતને નિર્દોષ માની રહ્યાં છે અને એમને જાણી જોઈને ભરાવાઈ રહ્યાં હોવાનો બચાવ કરી રહ્યાં છે. બની શકે કે સુરતની જેમ અમદાવાદમાં પણ પત્રિકાયુદ્ધમાં ફરિયાદો થઈ શકે છે. પ્રદીપસિંહ ફક્ત ભાજપની લીલીઝંડીની રાહ જોઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂની થાય તો પણ નવાઈ નહીં.


ભાજપના પૂર્વ પ્રવક્તાની સમાધાનની ભૂમિકા શંકામાં
સામસામેના આ આક્ષેપોમાં ભાજપના એક પૂર્વ પ્રવક્તાની આ કેસમાં ભૂમિકા બહાર આવી છે. જેઓએ પ્રદીપસિંહ અને પૂર્વ કુલપતિ વચ્ચે સમાધાનની ભૂમિકા ભજવી હતી અને પ્રદીપસિંહના ઘરે મુલાકાતો પણ કરી હતી પણ આ મામલામાં તેલ જુઓ અને તેલની ધાર જુઓ એમ આગામી સમય જ દેખાડશે કે કોની સામે કાર્યવાહી થાય છે પણ હાલ તો પ્રદીપસિંહના રાજીનામાને પગલે ગુજરાતનું રાજકારણ ચર્ચાને એરણે ચડ્યું છે. વડોદરામાં પણ એક પૂર્વ મેયરે દિલ્હીથી આવ્યા બાદ રાજીનામું આપી દીધું છે. આમ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ હાઈકમાન્ડ નેતાઓએ શરૂ કરેલા પત્રિકાયુદ્ધમાં મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. ગુજરાતમાં એવી ચર્ચા છે કે આગામી સમયમાં બીજા રાજીનામા પડે તો નવાઈ નહીં......



પ્રદીપસિંહ વિરુદ્ધ પત્રિકાકાંડમાં મોટો ખુલાસો: રેલો IAS, CMO અને GCA સુધી પહોંચશે


BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ


Gujarat BJP: ભાજપમાં યાદવાસ્થળી! પાટીલ જૂથ સોફટ ટાર્ગેટ, બદનામીમાં મોટાનેતાઓના હાથ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube