ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં કાર ભાડે લઈને બારોબાર વેચી તેમજ સગેવગે કરી દેવાના કૌભાંડ (Scam) નો પર્દાફાશ થયો છે. જેમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ (Tour and Travels) નો ધંધો કરતા ઇસમે આવી રીતે અલગ અલગ લોકો પાસેથી કુલ ૨૫૪ ગાડીઓનું આ કૌભાંડ (Scam) આચર્યું છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ (Crime Branch) માં ગુનો નોંધાયો છે. જેમાં ઇકો સેલ દ્વારા ૧૨ ગાડીઓ કબજે લેવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત (Surat) ના ભાઠેના વિસ્તારમાં રહેતા અમરકુમાર વીરાભાઈ પટેલે સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) માં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કામરેજ ખાતે રહેતા કેતુલ પ્રવીણભાઈ પરમાર સાથે તેઓનો પરિચય થયો હતો. જેમાં કેતુલે વર્ષ ૨૦૨૦ના નવેમ્બર મહિનામાં તેને પર્વત પાટિયા પાસે મળવા બોલાવ્યો હતો.

પાટડી તાલુકાના રણમાં 6 ફૂટના અંતરે રહસ્યમય રાક્ષસી પગલાં મળી આવ્યા, સર્જાયું કુતુહલ


તેણે એક મેઈલ (Mail) બતાવી જણાવ્યું હતું કે તેને ઝગડિયા (Zaghadia) ખાતે આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટ (Contract) મળ્યો છે જેથી તેને ત્યાં કાર ભાડે મુકવાની છે. તમારી પાસે રહેલી ગાડીઓ જો ભાડે મુકશો તો તમને ભાડું મળશે. અને અન્ય ગાડીઓ મુકાવશો તો કમીશન મળશે તેવી લોભામણી વાતો કરી તેઓને વિશ્વાસમાં લઇ લીધા હતા. બાદમાં અમરકુમારે પહેલા તેની ગાડી આપી હતી. તેનું મહિનાનું ભાડું ૧૮ હજાર રૂપિયા નક્કી કર્યું હતું. જેમાં આરોપી કેતુલે એક બે મહિના સુધી સમયસર ભાડું પણ ચૂકવી આપ્યું હતું.

જામનગરમાં બની છે, ખરેખર આવી અદભૂત ઘટના, સાપના ઇંડામાંથી બચ્ચાને રેસ્ક્યુ કરાયા


જેથી અમરકુમારે (Amarkumar) અન્ય લોકોની ગાડીઓ પણ અહી ભાડે અપાવી હતી. આવી રીતે અતુલે અલગ અલગ લોકો પાસેથી કુલ ૨૫૪ જેટલી ગાડીઓ લઇ લીધી હતી. અને બાદમાં તે કારોને બરોબર સગેવગે કરી વેચી દીધી કૌભાંડ (Scam) આચર્યું હતું. આ મામલે તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા ૧૨ ગાડીઓ કબજે લેવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube