Gujarat Weather Forecast : હીટવેવ વચ્ચે હરખના સમાચાર, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાનું આગામન
ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજ્યના ત્રણ જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ, બનાસકાંઠામાં આજે ઓરેન્જ એલર્ટ છે. તો સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં આજે  યેલો અલર્ટ છે. આમ, રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ઉષ્ણ લહેરની ચેતવણી અપાઈ છે. 


મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયો


ક્યાં કેટલું તાપમાન નોંધાયું


  • અમદાવાદમાં તાપમાન 44.9 ડિગ્રી

  • ડીસામાં 45.1 ડિગ્રી 

  • સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું 

  • ગાંધીનગરમાં 44.2 ડિગ્રી

  • વલ્લભવિદ્યાનગરમાં 44.1

  • વડોદરામાં 44 ડિગ્રી

  • અમરેલી અને ભાવનગર 44.6

  • રાજકોટમાં 44.1 ડિગ્રી તાપમાન 

  • સુરતમાં 41.8 ડિગ્રી

  • વલસાડમાં 40.6 ડિગ્રી

  • ભુજમાં 42.8 ડિગ્રી

  • કંડલા એરપોર્ટ 44.3 ડિગ્રી

  • મહુવા 42.6 ડિગ્રી

  • કેશોદમાં 43.1 ડિગ્રી  


મે મહિનામાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હિંમતનગરમાં રવિવારે 46.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં રવિવાર 45 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું અલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ છે. આ સીઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફુંકાતા વધુ અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે પણ 33 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. 


બાળકોને કઈ ઉંમરમાં મોબાઈલ આપવો જોઈએ, બહુ કામની છે બિલ ગેટ્સની આ સલાહ


દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી 
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે. 


અંબાલાલ પટેલની આગાહી શું કહે છે 
આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. 


IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી


ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે. 


મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 


ગુજરાતમા ફરી તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશે
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


ફરી એકવાર મે મહિનામાં આવશે વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. ૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. જેના બાદ 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે.


પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ, તપાસ કરતા ખૂલ્યો મોટો કાંડ


ચોમાસાની આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. 


વાવાઝોડું આવશે 
જોકે, હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થશે. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે. 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે. સારા સમાચાર એ છે કે, રાજ્યમાં 2024 ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


ઘરની લાઈટ બંધ કરીને લૂંટારુંઓએ ચલાવી લુંટ : મહિલાએ દરવાજો ખોલતા જ રહેંસી નાંખી