બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં ચૂંટણી આવતા જ માહોલ ગરમાયો છે. સામસામે નિવેદનબાજી તથા નારાજ નેતાઓના બીજા પક્ષના વખાણ શરૂ થયા છે. આ વચ્ચે ભાજપના સહકારી નેતા દિલીપ સંઘાણીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલ અને નરેશ પટેલ પર નિવેદન આપતા દિલીપ સંઘાણીએ કહ્યુ કે, કયા પક્ષમાં જવું એક હાર્દિક નક્કી કરી શકે. સાથે જ હાર્દિક પટેલને સંઘાણીએ સમાજનો વિશ્વાસઘાતી ગણાવ્યા હતા. તેમણે આ મુદ્દે વધુમાં કહ્યુ કે, હાર્દિકે જે તે સમયે સમાજનો વિશ્વાસઘાત કર્યો હતો એટલે હાર્દિકનો વિશ્વાસ ન કરી શકાય. હાર્દિક પટેલ મામલે નિર્ણય ભાજપ અધ્યક્ષ લેશે. હું સી. આર. પાટીલના નિર્ણયની સાથે છું. નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તોપણ ભાજપને કોઈ ફેર પડે નહીં. પાટીદારો ભાજપની સાથે છે ને રહેશે. 


આ પણ વાંચો : LRD ભરતી આંદોલનનો સુખદ અંત, 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે સરકાર


તેમણે ચૂંટણી લડવા અંગે કહ્યુ કે, આ વખતે હું ચૂંટણી નહીં જ લડું. હું 2017 માં પણ ચૂંટણીમા ઉભા રહેવા માંગતો નહતો, પણ રાષ્ટ્રીય અધ્યક્ષએ કહ્યું એટલે લડ્યો. આ વખતે મક્કમતાપૂર્વક કહું છે કે કોઈ ચૂંટણી લડવી નથી. ચૂંટણી જ્યારે પણ આવે ભાજપ તૈયાર છે અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો લક્ષ્યાંક પાર પાડવા કામ કરીશું. 



હાર્દિકે ભાજપના વખાણ કર્યાં 
તો બીજી તરફ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલના સૂર બદલાયા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જાહેરમાં ભાજપના વખાણ કર્યાં છે. હાર્દિક પટેલે ભાજપના વખાણ કરતા કહ્યું કે, ભાજપે ઘણા નિર્ણયો સારા લીધા છે. જે દિવસે રાજકીય નિર્ણયની તૈયારી હશે ત્યારે કહીશ. વિપક્ષે જનતાની ચિંતા કરવાની હોય, વિપક્ષ નિષ્ફળ થાય ત્યારે લોકો વિકલ્પ શોધતા હોય છે. પક્ષમાં મેં મારી ચિંતાની વ્યક્ત કરી છે. આશા રાખું છું કે હાઈકમાન્ડ મારી વાત સાંભળશે. નારાજગી વ્યક્તિગ ત કોઈનાથી નથી, પ્રદેશના નેતૃત્વથી નારાજગી  છે. જોકે, હાર્દિક પટેલે ભલે ભાજપના વખાણ કર્યા હતા, પણ ભાજપમાં જોડાવવાની અટકળોને ફગાવી હતી. 


આ પણ વાંચો : 


પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે


કચ્છ મહિલા કર્મીની આ સેવાને સલામ, વૃદ્ધાને ખભા પર ઉપાડીને મંદિર સુધી લઈ ગયા


હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયાના 9 મહિનામાં જ સોખડા મંદિરના ભાગલા પડ્યા 


કર્ણાટકથી આવેલા મુસાફરો મણિલક્ષ્મી તીર્થ પહોંચે તે પહેલા બસને આણંદ પાસે અકસ્માત, 12 ઘાયલ