ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી! અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જાણો કેમ?
Hardik Patel: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યું છે અને કોર્ટમાં હાજર રહેવા હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઈ હતી. જેમાં 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10 થી વધુ સાક્ષીઓનો સમાવેશ થતો હતો.
Hardik Patel: ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હતી. આ બેઠક પર હાર્દિક પટેલનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલની હાલ મુશ્કેલી વધી ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યું છે અને કોર્ટમાં હાજર રહેવા હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઈ હતી. જેમાં 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10 થી વધુ સાક્ષીઓનો સમાવેશ થતો હતો. હવે ગ્રામ્ય કોર્ટે 8 ફેબ્રુ.એ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
WIPL: ગૌતમ અદાણીએ ખરીદી અમદાવાદની મહિલા IPL ટીમ, બાકીની 4 ટીમને કોણે ખરીદી?
ક્યા કેસમાં હાર્દિક પટેલને સમન્સ
મહત્વનું છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલે સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. આ ઘટનામાં સ્થળ પર પહોંચે તે પહેલાં હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધાયો હતો. નિકોલ આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ હાર્દિક સહિતનાની અટકાયત કરાઈ હતી. વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેરવર્તુકની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગીતા પટેલ, કિરણ પટેલે સહિત સામે ગુનો નોંધાયો હતો.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં OREVAના માલિક જયસુખ પટેલે કોર્ટમાં આપ્યું મોટું નિવેદન
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામમાં વિરમગામ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો હતો. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને હતા. હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત હાંસલ કરી હતી.
મોરબીમાં આ ખેડૂત ચંદનની ખેતી કરી બનશે કરોડપતિ, એક એક વૃક્ષમાંથી થશે 12 લાખની આવક!
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી 51555 મતથી જીત થઇ હતી. બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. વિરમગામ ગામ બેઠક પર 3 બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ વર્ષ 2022માં તે જોવા મળ્યો નહોતો. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. જ્યારે 2022માં ભાજપના હાર્દિક પટેલે બાજી મારી હતી.