મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, આરોપી જયસુખ પટેલે કોર્ટમાં શું આપ્યું મોટું નિવેદન?

જયસુખ પટેલનું કોર્ટમાં જણાવ્યું હતું કે, મને મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મારા મતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, આરોપી જયસુખ પટેલે કોર્ટમાં શું આપ્યું મોટું નિવેદન?

Morbi Bridge Collapse Update: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે મોરબી સેશન્સ કોર્ટે લીધેલી સુઓમોટો પિટિશન પર સુનાવણી શરૂ થઈ. જેમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે સુઓમોટો પિટિશનમાં પક્ષકાર તરીકે કોર્ટે જોડ્યા હતા. ત્યારબાદ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો મને અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

જયસુખ પટેલનું કોર્ટમાં નિવેદન
જયસુખ પટેલનું કોર્ટમાં જણાવ્યું હતું કે, મને મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મારા મતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ મને સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુ:ખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.

કોટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રહે કે ક્રિમિનલ રહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે. જે મેજર બ્રિજના મેજર રીપેરીંગનું કામ જરૂરી છે તે રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજ્યના બ્રિજની મરમ્મત મુદ્દે કોર્ટમાં રજૂઆત થઈ હતી, ત્યારે એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 1441 બ્રિજ છે. કોર્પોરેશનની હદમાં 168 મેજર બ્રિજ, 180 માઈનર બ્રિજ છે. જેમાં નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર બ્રિજ, 81 માઈનર બ્રિજ છે. 63 મેજર બ્રિજમાં મેજર રીપેરીંગની જરૂર હોવાની વાત કોર્ટમાં જણાવી હતી. તેમણે ઉમેર્યું કે 27 મેજર બ્રિજ રિપેર કરાયા છે, જ્યારે બાકીનાની કામગીરી ચાલુ કરાઈ છે.

મહત્વનું છે કે, હાઇકોર્ટે મોરબી નગરપાલિકાનો ઉધડો લીધો હતો અને બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ પગલાં ના લીધા? રાજ્ય સરકારે મોરબી નગરપાલિકા ડિસસોલ્વ કરવા માટે પગલાં લીધા હોવાની કોર્ટને જાણ કરાઇ હતી. મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263 હેઠળ નોટિસ અપાઈ હોવાની કોર્ટને જાણ કરાઈ છે. ઓરેવા ગ્રુપના લોકોએ બ્રિજનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, ત્યારે તમે શું કરતા હતા?

જાણો શું બની હતી ઘટના?
30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા!

ઝૂલતા પુલનો શું છે ઇતિહાસ?
ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news