Womens IPL Bidders: ગૌતમ અદાણીએ ખરીદી અમદાવાદની મહિલા IPL ટીમ, બાકીની 4 ટીમને કોણે ખરીદી?

અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બ્રિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે. અદાણી સ્પોર્ટ્સલાઈન પ્રાઈવેટ લિમિટેડે રૂ. 1289 કરોડની સૌથી મોંઘી બોલી લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિકી હક્કો ખરીદ્યા છે.

Womens IPL Bidders: ગૌતમ અદાણીએ ખરીદી અમદાવાદની મહિલા IPL ટીમ, બાકીની 4 ટીમને કોણે ખરીદી?

Womens IPL Bidders: પુરૂષ ખેલાડીઓની માફક જ મહિલાઓ માટે પણ આઈપીએલનો શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં થનારી વુમન્સ આઈપીએલ માટે પાંચ ફ્રેંચાઈઝી બનાવવામાં આવી છે. તેમાં અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બ્રિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે. અદાણી સ્પોર્ટ્સલાઈન પ્રાઈવેટ લિમિટેડે રૂ. 1289 કરોડની સૌથી મોંઘી બોલી લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિકી હક્કો ખરીદ્યા છે.

મુંબઈ ફ્રેન્ચાઈઝી બીજી સૌથી મોંઘી ટીમ બની હતી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્પોર્ટ્સ વિંગ ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 919.99 કરોડની બિડ લગાવી. બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 901 કરોડની બોલી સાથે ખરીદી લેવામાં આવી હતી. JSW GMR ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડની બોલી લગાવીને દિલ્હી ફ્રેન્ચાઇઝી ખરીદી.

કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડે લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિકી હકો 757 કરોડ રૂપિયામાં ખરીદ્યા. બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા દ્વારા પુષ્ટિ કરી છે કે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યાં બોર્ડે પાંચ બિડથી મોટી રકમ મેળવી છે. શાહે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે મહિલા IPLને વિમેન્સ પ્રીમિયર લીગ કહેવામાં આવશે.

The combined bid valuation is INR 4669.99 Cr

A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH

— BCCI (@BCCI) January 25, 2023

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે.

જય શાહે ટ્વિટ કર્યું કે 'ક્રિકેટમાં આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતની આવૃત્તિમાં ટીમોએ એક રેકોર્ડની બોલી લગાવી અને 2008માં પુરૂષોની IPLની ઉદ્ઘાટન આવૃત્તિનો રેકોર્ડ તોડ્યો. વિજેતાઓને અભિનંદન કારણ કે અમને રૂ. 4669.99 કરોડની કુલ બિડ મળી છે. આ મહિલા ક્રિકેટમાં ક્રાંતિની શરૂઆત છે અને તે માત્ર આપણી મહિલા ક્રિકેટરો માટે જ નહીં, પરંતુ સમગ્ર રમતગમતની દુનિયા માટે પરિવર્તનનો માર્ગ મોકળો કરશે. વિમેન્સ પ્રીમિયર લીગ મહિલા ક્રિકેટમાં ખૂબ જ જરૂરી સુધારાઓ લાવશે અને દરેક હિતધારકને લાભ મળે તેની ખાતરી કરશે.

— Jay Shah (@JayShah) January 25, 2023

તમને જણાવી દઈએ કે વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતની આવૃત્તિમાં કુલ 5 ટીમો ભાગ લેશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આગામી ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરશે. ખેલાડીઓની હરાજી આવતા મહિને યોજાશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, WPL 2023ની હરાજી માટે ફ્રેન્ચાઇઝી પાસે રૂ. 12 કરોડનું પર્સ હશે.

2024માં તેને વધારીને 13.5 કરોડ રૂપિયા કરવામાં આવશે. ત્યારબાદ 2026માં તે વધારીને 16.5 કરોડ અને 2027માં તેને વધારીને 18 કરોડ કરવામાં આવશે. અહેવાલમાં જણાવાયું છે કે WPLની પ્લેઈંગ ઈલેવનમાં 5 વિદેશી ખેલાડીઓને સમાવવાની મંજૂરી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ 4 થી 26 માર્ચ દરમિયાન યોજાશે અને તમામ મેચો મુંબઈમાં રમાશે.

અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદને રૂ. 1289 કરોડમાં ખરીદ્યું છે. જ્યારે ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે મુંબઈને 912.99 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. મહિલા IPLની ત્રીજી ટીમ બેંગ્લોર છે. તેને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ બેંગ્લોરે રૂ. 901 કરોડમાં ખરીધી છે. દિલ્હીને JSW GMR ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડમાં ખરીદ્યું છે. કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનૌની મહિલા ટીમને ખરીદી લીધી છે. તેણે 757 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત 4669.99 કરોડ રૂપિયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news