CAA મુદ્દે જનજાગૃતી અંગે ભાજપના તમામ સંગઠનોને ઉતારી દીધા: સંપર્ક અભિયાન કરાશે
CAA મુદ્દે ભાજપ ચલાવશે સંપર્ક અભિયાન. ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપે શરૂ કરી તૈયારી. સંગઠન સંરચના પૂર્ણ થાય તે પહેલાં કાર્યકરો સામે કાર્યક્રમોની વણઝાર. કેન્દ્રની મોદી સરકારે લોકસભા અને રાજ્ય સભામાં CAA કાયદાને પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થતા હવે ભાજપ મેદાને આવ્યો છે.CAAના કાયદા ને લઈને લોકોની વચ્ચે જવા માટેની કવાયત ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલવામાં આવી હતી.
બ્રિજેશ દોશી/અમદાવાદ : CAA મુદ્દે ભાજપ ચલાવશે સંપર્ક અભિયાન. ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપે શરૂ કરી તૈયારી. સંગઠન સંરચના પૂર્ણ થાય તે પહેલાં કાર્યકરો સામે કાર્યક્રમોની વણઝાર. કેન્દ્રની મોદી સરકારે લોકસભા અને રાજ્ય સભામાં CAA કાયદાને પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થતા હવે ભાજપ મેદાને આવ્યો છે.CAAના કાયદા ને લઈને લોકોની વચ્ચે જવા માટેની કવાયત ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલવામાં આવી હતી.
ગાંધીનગરમાં કરણીસેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્થળે પહોંચી આવેદન સ્વિકાર્યું
ખુદ મુખ્ય મંત્રી એ પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ને આ કાયદા અંગે નાગરિકો ને માહિતગાર કરવા આગેવાનોને સૂચના આપી હતી. દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા CAA સામે થઈ રહેલા વિરોધને ખાળવા ભાજપે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ વિરોધ ને ઠારવા અને સમગ્ર કાયદાથી નાગરિકોને જાગૃત કરવા ભાજપ લોકોની વચ્ચે જશે. પહેલા નાગરિક સમિતિઓની કાયદા સમર્થન કરતી રેલીઓમાં ભાજપના નેતાઓ જોડાશે તો સાથે જ યુવા વર્ગને જોડવા કોલેજો અને યુનિવર્સીટીઓમાં ABVP અને ભાજપ યુવા મોરચો સંપર્ક કરશે. CAA કાયદા વિશે લોકોને સમજાવવામાં આવશે અને આ કાયદો ભારતના નાગરિકો ની વિરોધમાં નથી તેની માહિતી અપાશે. જો કે બેઠકમાં એ વાત સ્પષ્ટ થઈ કે આ કાયદા ના અમલીકરણ પહેલા વિપક્ષોએ પોતાનો એજન્ડા લોકોની વચ્ચે ગેરસમજ ફેલાવી ને ચાલુ કર્યો જેના કારણે હવે ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવું પડશે.
CAA કેન્દ્ર સરકારનાં અણઘડ વહીવટનું વધારે એક ઉદાહરણ: શંકરસિંહ
આ બેઠક દરમ્યાન મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ પણ હોદેદારો ને CAA કાયદા અંગે જાગૃતિ લાવવા આહવાન કર્યું છે.મુખ્ય મંત્રી એ હોદેદારો ને સૂચના આપતા કહ્યું હતું કે કોલેજો, યુનીવર્સીટીઓમાં યુવા મોરચાના માધ્યમથી જનજાગૃતિ લાવવા માટે કામ કરે. કોંગ્રેસના અપપ્રચાર ને ખાળવા સંગઠન મેદાને આવું પડશે. સરકારના નિર્ણયો લોકો સુધી પહોંચાડવા સક્રિય થવા સંગઠનને ટકોર કરી હતી. તે ઉપરાંત પ્રદેશ ભાજપનું સંગઠન દેશમાં સૌથી મજબૂત છે ત્યારે જનજાગૃતિનું અભિયાન પણ મજબૂતીથી કરવું પડશે. 1925 થી આપણા કાર્યકારો અને આગેવાનો આ તમામ મુદ્દાઓને લઈને લડતા રહ્યા છે. ત્યારે કાર્યકરો ને કામ કરવા આહવાન કર્યું છે.
ગુજરાતીઓ માત્ર વ્યવસાયમાં જ નહી રમતગમત ક્ષેત્રે પણ 'ખેલાડી' હોય છે: CM
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે CAA ને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષો એક ચોક્કસ ધર્મ સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 24 ડિસેમ્બરે તમામ જિલ્લાઓમાં નાગરિક સમિતિઓની બિનરાજકીય રેલીઓ છે. જેને ભાજપ સમર્થન કરશે અને ભાજપ ના કાર્યકરો જોડાશે. કાયદાના સમર્થનમાં તમામ લોકો જોડાશે. આ દેશહિત અને દેશ માટેનો નિર્ણય છે. જેને લોકોનું સમર્થન છે. 25 ડિસેમ્બરે કૃષિ સંમેલનો યોજવાના છે. 29 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી ઘરે ઘરે સંપર્ક અભિયાન થશે. CAA ની સાચી વાત પત્રિકા સાથે લોકો સુધી પહોંચાડશે. બૌદ્ધિક સંમેલનો, યુવાનો સુધી કોલેજોમાં સંપર્ક અભિયાન થશે. 29 ડિસેમ્બરે પીએમ ની મન કી બાત બુથ સ્તરે કાર્યકરો સાંભળે છે ત્યાં પણ સંપર્ક અભિયાન ચાલશે. ત્રણ મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ સાથે પણ મુલાકાત કરશે ભાજપના નેતાઓ. જો કે ભાજપની આ કવાયત કેટલી સફળ રહેશે તે જોવાનું રહશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube