Gujarat Government Job: ગુજરાતમાં જો સૌથી મોટો મુદ્દો હોય તો તે છે બેરોજગારી...યુવાનો હંમેશા સરકારી ભરતીઓ માટે પોતાની જાતને તૈયાર કરીને રાખતા હોય છે. જેથી સરકારી નોકરીઓની જાહેરાત બાદ તેમના કિસ્મત ચમકી શકે. આ વાતો વચ્ચે શિક્ષણ વિભાગમાં આવી જ એક મોટી ભરતી આવી રહી છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોખ બડી ચીજ હૈ...મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા યુવાને આ રીતે શોખને જીવંત રાખ્યો!


શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.


સંત, શુરવીરો અને સાવજની ભૂમિ બની અકસ્માત ઝોન! છેલ્લા 3 દિવસમાં 3 મોટા અકસ્માત


વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧  અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.


Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે