શોખ બડી ચીજ હૈ...મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આ રીતે શોખને જીવંત રાખ્યો!

મોરબીમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને પોતાના શોખને જીવંત રાખ્યો છે અને પોતાના ફ્રી સમયનો સદુપયોગ કર્યો હતો અને બોટલ આર્ટમાં તેણે માસ્ટરી મેળવી છે. અત્યાર સુધીમાં અનેક અવનવી બોટલ આર્ટની કૃતિઓ બનાવી છે. જેથી કરીને તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

શોખ બડી ચીજ હૈ...મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આ રીતે શોખને જીવંત રાખ્યો!

હિમાંશું ભટ્ટ/મોરબી: કોઈપણ ક્ષેત્રમાં તમે બીજાથી હાટકે કામગીરી કરો એટલે સો ટકા તેની નોંધ લેવાતી જ હોય છે. આવી જ રીતે મોરબીમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને પોતાના શોખને જીવંત રાખ્યો છે અને પોતાના ફ્રી સમયનો સદુપયોગ કર્યો હતો અને બોટલ આર્ટમાં તેણે માસ્ટરી મેળવી છે. અત્યાર સુધીમાં અનેક અવનવી બોટલ આર્ટની કૃતિઓ બનાવી છે. જેથી કરીને તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને હવે લંડન બુક ઓફ રેકોર્ડમાં તેનું નામ ન નોંધાઈ તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

સમયનો સદુપયોગ કરીને પોતાનો શોખ કરે છે પુરો
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ત્રિકમજીભાઈ પરમારનો દીકરો હાર્દિક પરમાર બોટલ આર્ટિસ્ટ તરીકે છેલ્લા વર્ષોથી મોરબીમાં જાણીતો બનેલ છે. તેને એસવાય બીએ સુધીનો અભ્યાસ કરેલ છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેણે અભ્યાસ છોડીને નોકરીએ લાગી જવું પડ્યું હતું. હાલમાં તે ખાનગી શોરૂમમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. દરરોજ દિવસે આઠ કલાકની નોકરી પૂરી કર્યા બાદ તે ઘરે પરત આવ્યા પછી પોતાના સમયનો સદુપયોગ કરીને પોતાને જે કંઈક અલગ કરવાની ઈચ્છા અને શોખ છે તે પૂરો કરતો હોય છે. 

એફિલ ટાવર સહિતની કૃતિઓ બનાવી
તેણે બોટલ આર્ટનો શોખ પૂરો કરવા માટે માધ્યમ બનાવ્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલી બોટલોમાં અવનવી કૃતિઓ બનાવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી તેમજ ટાઇટેનિક જહાજ, આરોગ્યને લગતા સંદેશ આપતી અવનવી બોટલો વગેરે જેવા બોટલ આર્ટના લોકોનું ધ્યાન ખેંચે તેવા સેમ્પલ તૈયાર કરેલ છે તે ઉપરાંત તેણે મોરબી માટે શાન કહેવાય તેવા ગ્રીનચોક, ઝૂલતો પુલ અને દુનિયાની અજાયબીમાં જેનું સ્થાન છે. તેવા એફિલ ટાવર સહિતની કૃતિઓ પણ તેને બનાવી છે.

લંડન બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા એપ્લીકેશન કરી
આગામી સમયમાં તે આ જ ક્ષેત્રની અંદર આગળ વધવા માટેની ઈચ્છા વ્યક્ત કરેલ છે. અત્યાર સુધીમાં અનેક સંસ્થાઓ દ્વારા અને ખાસ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેમને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવેલ છે. તેમજ લંડન બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે તેને હાલમાં એપ્લીકેશન કરી છે અને આગામી સમયમાં તેમાં પણ બોટલ આર્ટિસ્ટ તરીકે તેનું નામ આવશે તેવી લાગણી હાર્દિક પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news