Gift City નહીં ગુજરાતમાં આ 3 જગ્યાએ પ્રોપર્ટી લઈ લો, રાતોરાત આસમાને પહોંચશે ભાવ! સરકારનો સંકેત
Gift City: દારૂની છૂટ બાદ ગિફ્ટ સિટીમાં વર્ષોથી બંધ પડેલી ઓફિસો પણ હાલ ટપોટપ વેચાઈ રહી છે. ત્યારે જો તમે પણ શોર્ટ ટાઈમમાં કરોડો રૂપિયા કમાવવા માંગતા હોવ તો દારૂની વાતો છોડો અને ગુજરાતની આ 3 જગ્યાએ પ્રોપર્ટી ખરીદી લો. રાતોરાત વધી શકે છે આ જગ્યાના ભાવ. ખુદ સરકાર આપી ચુકી છે સંકેત.
Liquor Permeation in Gujarat: ગુજરાત સરકારે ગિફટ સિટીમાં લીકર પરમીટ એટલેકે, દારૂની છૂટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી તો બાપા આખું ગામ હિલોળે ચઢ્યું છે. જે જુઓ તે ફોન પર અને મેસેજ પર એવી જ વાતો કરતું હોય છેકે, ભાઈ આપણું કંઈ સેટિંગ પડે એમ છે? ગિફ્ટ સિટીના પાસનો કોઈ મેળ પડે એમ છે? ગિફ્ટ સિટીમાં કોઈ કોન્ટેક્ટ છે? ગિફ્ટ સિટીમાં કઈ રીતનું છે બધુ? ગિફ્ટ સિટીમાં આપણે જવું હોય તો જવાય? ઈનશોટ્માં બધાને પીવા જવું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે તરસ્યા રહી ગયેલાં ગુજરાતીઓ હવે પીવા માંગે છે. અને પીવા માટે આ લોકોને ગાંધીનગર જવું છે.
આ પણ ખાસ વાંચોઃ છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ
આ પણ ખાસ વાંચોઃ દારૂની છૂટ બાદ ગિફ્ટ સિટીમાં રાતોરાત પડયા સોદા! 'આપડે લેવી છે, ઓફિસ કેટલામાં પડશે'?
ગુજરાતીઓની દારૂ પીવાની આ તલબના કારણે જ સરકારે પરમીટ આપ્યાંના 5 દિવસમાં જ ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધારે કિંમતની પ્રોપર્ટીના સોદા પડી ગયા છે. જે જમીન જે જગ્યાએ પહેલાં કોઈ ભાવ પૂછવા પણ નહોંતું આવતું ત્યાંનું માર્કેટ રાતોરાત ઉચકાઈ ગયું છે. ગુજરાત સરકાર હાલમાં આના કરતા પણ મોટા એક સંકેત આપ્યાં છેકે, આગામી દિવસોમાં કઈ જમીન, કઈ જગ્યાના ભાવ રાતોરાત વધવાની સંભાવના છે...શું તમારે આ જગ્યાએ પ્રોપર્ટી લેવી છે? શું તમે પણ બેઠાંબેઠાં તગડી રકમ છાપવા માંગો છો? તો આર્ટિકલ વિગતવાર વાંચજો, શું ખબર આ જાણકારી તમને પણ બનાવી શકે છે રાતોરાત કરોડપતિ....
આ પણ ખાસ વાંચોઃ દારૂ માટે ગુજરાતના આ શહેરમાં પડાપડી! મહિલાઓ પણ બિંદાસ્ત પીવે છે દારૂ, આ છે પુરાવો
આ પણ ખાસ વાંચોઃ થાઈલેન્ડ-માલદીવને ટક્કર મારે એવો ગુજરાતનો બીચ! ગોવાના તો ચણાય ના આવે
ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ. રાતોરાત ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા! જો ઓફિસો એક સમયે એમ કહેવાય કે, કોઈ સુંઘવાય નહોતુ જતું, જે ગયા બન્યાને આટલા વર્ષો થયા પણ કોઈ ત્યાં ફરકતું નહોંતુ, ત્યાં હવે ભીડ જામશે. તે જગ્યાએ હવે મેળો અને મેળાવડા જામશે. આ જગ્યા છે ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી. કારણકે અહીં આપવામાં આવી છે દારૂની છૂટ. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અહીંના ઓફિસ કે શોપ ઓનર્સ અને અહીં આવતા મહેમાનો જેમના નામની પરવાનગી લેવાશે તે તમામને દારૂની છૂટ આપવામાં આવી છે. જેને પગલે હાલ ગિફ્ટ સિટીની પ્રોપર્ટીના ભાવ રાતોરાત ઉચકાઈ ગયા છે. સરકારની દારૂ અંગેની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા પડ્યા હોવાનું સામે આવ્યું છે. નશાબંધી હળવી કરવાની માગ સંતોષાતાં અટકેલાં 300 યુનિટના સોદા થયા. જેને પગલે હવે મોટા માથા એક જ વાત પૂછે છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી, ઓફિસ, શોપ, જગ્યા કેટલાંમાં પડશે? આપડે લેવી છે.
આ પણ ખાસ વાંચોઃ તમામ PI, અધિકારીઓનું આવી બન્યું! જાણો પોલીસ સ્ટેશન બને ત્યારે શું પ્રાર્થના કરાય છે
આ પણ ખાસ વાંચોઃ ગૃહ વિભાગના પરિપત્રથી ફફડાટ! જેટલું ભેગું કર્યું છે, અધિકારીઓએ આપવો પડશે એનો હિસાબ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. હવે અમને પણ દારૂ પીવા મળશે એ આશાએ સોશિયલ મીડિયામાં આ મુદ્દો બહુ ચગ્યો છે. એવામાં ગુજરાતના વધુ ત્રણ સ્થળોના નામો સૌથી વધુ ચર્ચામાં આવ્યાં છે અને એ છે, કચ્છનું ધોરડો, સાપુતારા, નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી. કારણકે, આ વિસ્તારમાં પણ નજીકના ભવિષ્યમાં દારૂની છૂટ આપવાની ગુજરાત સરકાર વિચારણાં કરી રહી છે. જો આવું થશે તો લોકો દિવ, દમણ કે આબુમાં છાટાંપાણી કરવા નહીં જાય. અહીંયા જ ધામા નાંખશે. જો આ વિસ્તારમાં કે તેની આસપાસ તમારી પ્રોપર્ટી હશે તો તમે ભયોભયો થઈ જશો. હજુ પણ મોકો મળે તો આ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી લેજો, તિજોરી નહીં બેંક પણ માય નહીં એટલાં રૂપિયા કમાશો. કારણકે, આગામી દિવસોમાં આ જગ્યાઓના ભાવ રાતોરાત આસમાને પહોંચી જાય તો નવાઈ નહીં. ખુદ ગુજરાત સરકારે જ અત્યારથી આડકતરી રીતે આ અંગેના સંકેતો આપી દીધાં છે.
આ પણ ખાસ વાંચોઃ 'દાદા' બગડ્યાં! 'લેટ ચાલશે વેઠ નહીં', કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો પડ્યો
આ પણ ખાસ વાંચોઃ મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા
ગુજરાત રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને રાજ્યના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે પુછવામાં આવ્યું હતું. જેમાં ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
ઋષિકેશ પટેલનું નિવેદન-
રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.
જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ અપાશે-
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ દારૂની છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
ઉલ્લેખનીય છેકે, હાલ મોટા મોટા વેપારીઓથી માંડીને ડોક્ટરો, મોટા સરકારી અધિકારીઓ અને બિઝનેસ મેન દરેકના મોઢે એક જ સવાલ છે ગિફ્ટ સિટીમાં ઓફિસનો શું ભાવ છે, આપડે લેવી છે! ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યાંના ગણતરીના ક્લાકોમાં જ ગિફ્ટ સિટીમાં ₹500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા પડી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં ઓફિસ લેવા માટેની ઇન્કવાયરીમાં 500 ટકાનો વધારો. ગિફ્ટ સિટીમાં હાલ 18 ટાવર કાર્યરત, 30 બિલ્ડિંગ્સ બની ચહ્યા છે અને 14 ટાવર પ્લાનિંગના તબક્કે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીએ 2.2 કરોડ ચો. ફૂટના ડેવલપમેન્ટ રાઇટ્સ વેચ્યા.
દારૂની છૂટ બાદ ટપોટપ વેચાઈ પ્રોપર્ટીઃ
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (Gift City)માં કાર્યરત કંપનીઓ અને બેનિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ અને એના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આપિન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટછાટ આપવાના લીધેલા નિર્ણય પછી લાંબા સમયથી રિટેઇલ માર્કેટમાં અટવાયેલા કેટલાક પ્રોપર્ટીના કામકાજમાં એકાએક તેજી આવી છે. ગિફ્ટમાં વિતેલા ૧૧ વર્ષમાં એક સાથે આટલા મોટી ડીલ ન થયા હોય એવા કામકાજ છેલ્લા પાંચ દિવસમા થયા છે, તેમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ બાદ રૂ.૫૦૦ કરોડની કોમર્શિયલ અને રેસિોન્સિયલ પ્રોપર્ટીના ૩૦૦ જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની ઈન્ડવાપરીમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે.
આ પણ ખાસ વાંચોઃ દવાઓની દુનિયાના 'અંબાણી' બનશે આ પાટીદાર! પટેલે ચારે બાજુ વગાડ્યો ગુજરાતનો ડંકો
આ પણ ખાસ વાંચોઃ પાટીદાર સમાજના ભામાશા! હજારો દિકરીઓને ભણાવવા બે મિનિટમાં આપી દીધાં 150 કરોડ
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં સૌથી વધુ આ પટેલની ચર્ચા! પાટીદાર દિકરીઓને 25 વર્ષ સુધી 1 રૂપિયામાં ભણાવશે
મુલાકાતીઓ અહીં ભોજન સાથે શરાબની મજા માણી શકે માટે કેટલીક શરતોને આધિન છૂટછાટની જાહેરાત ગત સપ્તાહે કરવામાં આવી છે. ઓથોરિટીના સૂત્રોના કહેવા પ્રમાણે, અહીં કાર્યરત થયેલી અને રોકાણ કરવા ઇચચ્છુક કંપનીઓની કેટલીક રજૂઆતો હતી. આ રજૂઆતીમાં નશાબંપીના અવરોષનો મુદ્દો પણ હતો. બે વર્ષથી આ અનિર્ણિત મુદ્દે વિતેલા સપ્તાહમાં સરકારે આખરે નિર્ણય કરતાં લાંબા સમયથી અટકેલા પ્રોપર્ટીના સોદા હવે થયા છે. એક અંદાજે ૩૦૦ જેટલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ યુનિટના ડીલ થયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે છે. શરાબ પીવાની શરતી છૂટ પછી પ્રોપર્ટી ઇન્ક્વાયરીમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે.