દારૂ માટે ગુજરાતના આ શહેરમાં પડાપડી! જ્યાં મહિલાઓ પણ પીવે છે દારૂ, આ રહ્યો લેખિત પુરાવો

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ ગુજરાતનું એક શહેર એવું છે જ્યાં દારૂ માટે પડાપડી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીને તો હમણાં પરમિટ મળી અમે તો બીજા શહેરની વાત કરી રહ્યાં છીએ. વાંચીને દંગ રહી જશો...મહિલાઓ પણ શોખથી ગડગટાવે છે દારૂ.

દારૂ માટે ગુજરાતના આ શહેરમાં પડાપડી! જ્યાં મહિલાઓ પણ પીવે છે દારૂ, આ રહ્યો લેખિત પુરાવો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં સૌથી વધારે ચર્ચા દારૂની જ થાય છે. એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ આજે પણ દેશના અન્ય રાજ્યોની સરખામાણીએ ગુજરાતમાં ગેરકાયદે રીતે સૌથી વધારે દારૂની રેલમછેલ જોવા મળે છે. એવામાં ગુજરાતના એક શહેરમાં સૌથી વધારે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. પબ્લિકને દારૂ જ જોઈએ છે. આ અમે નથી કહી રહ્યાં છે સરકારી આંકડાઓ તેનો બોલતો પુરાવો છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદ શહેરની.

દારૂબંધી ભલે અમલમાં હોય પણ રાતે ઊંઘ ના આવતી હોય, ચિંતા, હાયપરટેન્શન જેવા કારણસર દારૂના સેવન માટે હેલ્થ લિકર પરમિટ અપાતી હોય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૩માં ૧૨૦૧ નવી અને ૨૯૦૨ રિન્યૂઅલ એમ કુલ ૪.૧૦૩ લિકર પરમિટની ભલામણને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ વર્ષ ૨૦૨૨માં ૧૪૧૫ નવી અને ૩૦૭૯ રિન્યુઅલ એમ ૪૪૯૪ અરજીને તબીબી ચકાસણી બાદ હેલ્થ લિકર પરમિટ આપવા ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧માં ૧૩૩૨ નવી અને ૧૨૪૪ રિન્યૂઅલ એમ ૩૭૪૩ અરજી મંજૂર થઈ હતી. એકંદરે ત્રણ વર્ષમાં ૧૨ હજારથી વધુ અરજી મંજૂર થઈ હતી. એક અંદાજ પ્રમાણે ત્રણ વર્ષમાં ૧૧૦ કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલને ભલામણમાં જ વર્ષે છ કરોડ જેટલી કમાણી થઈ-
વર્ષ    નવી    રિન્યુઅલ    કુલ
2012    1332    2411    3743
2022    1415    3079    4494
2023    1201    2902    4103

અમદાવાદમાં એક વર્ષમાં ૪,૧૦૩ લિકર પરમિટ ભલામણને મંજૂરી-
દારૂ પરમિટની ભલામણમાં અમદાવાદ ચિતિલ મોસ્પિટલને પણ તગડી કમાણી થઈ રહી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ૧૨ હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી છે, જેમાં ૨૫ ટકા જેટલા નવા છે. પરમિટ માટે ૪૦ વર્ષની વય મર્યાદા હોય છે. 

12 હજાર પરમિટોમાંથી 110 પરમિટ મહિલાઓને-
સાથે જ ચિંતા, હાયપરટેન્શન સહિતના કારણ સાથે અરજી થતી હોય છે. 12 હજાર પરમિટોમાંથી 110 પરમિટ મહિલાઓને-નશાબંધી વિભાગમાંથી અરજી સિવિલ હોસ્પિટલે આવે છે, જ્યાં કારણોની તપાસ કરીને ભલામણ કરાય છે. નવી પરમિટ માટે ૨૦ હજાર અને રિન્યૂઅલ માટે ૧૪ હજાર ચૂકવવા પડતાં હોય છે. હોસ્પિટલના સૂત્રો કહે છે કે, હેલ્થ પરમિટ ભલામણ મંજૂરીના કિસ્સાઓમાં સિવિલ હોસ્પિટલને વર્ષે ૯ કરોડ જેટલી કમાણી થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news