અમદાવાદ : શહેરના શાહપુરમાં રોડ પર ચાલતા ઝગડામાં વચ્ચે પડીને લોકોને છોડાવવાનો પ્રયાસ કરનારા એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બે જુથ લડી રહ્યા હતા ત્યારે વચ્ચે પડીને છોડાવવા વચ્ચે પડેલા એક વ્યક્તિ પર છડી વડે હૂમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ગુનામાં શાહપુર પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે ખેલૈયા ખુની ખેલના પગલે અમદાવાદમાં ચકચાર મચી જવા પામી છે. શાહપુરમાં રાત્રે 33 વર્ષીય ઝહીરુદ્દીન સૈયદ જે સિલાઇકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તે પોતાનું કામ પુરુ કરી ઘરે આવી રહ્યો હતો. ત્યારે મૃતકના મહોલ્લામાં ફિરોજ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા. દરમિયાન મૃતકે ઝગડો શાંત કરવા માટે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમા ગાંડાનું Sting Viral: ભાજપ નાણા આપી ધારાસભ્ય ખરીદે છે, મોઢવાડીયાને બનાવ્યા જુઠવાડીયા

ફિરોઝ અને આયુબે મૃતકને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો. જેના કારણે મૃતકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આરોપીઓએ એટલી ક્રૂરતા પૂર્વક છરીના ઘા માર્યા કે મૃતકને છાતીમાંથી લોહીના  ફુરાવા ઉડ્યા હતા. પરિવારને જાણ થતા તત્કાલ ઘટના સ્થળ પર આવી ઝહીરુદિનને હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શાહપુર પોલીસ દ્વારા હત્યાના આરોપમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધારે તપાસ શરૂ કરી છે. 


જાત મહેનત જીંદાબાદ: 50 ખેડૂતોએ 16 કિલોમીટર લાંબી કેનાલ કરી સાફ

પરિવારનો આક્ષેપ છે કે, આરોપીઓ અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. એક ઝગડામાં વચ્ચે પડેલા યુવકને સારપનો બદલો મોતથી મળ્યો છે. જેથી ધરમ કરતા ધાડ પડી અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે અમદાવાદમાં આ પ્રકારના ખુની ખેલના પગલે ખલબલી મચી જવા પામી છે. બીજી તરફ આ પ્રકારની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube