સોમા ગાંડાનું Sting Viral: ભાજપ નાણા આપી ધારાસભ્ય ખરીદે છે, મોઢવાડીયાને બનાવ્યા જુઠવાડીયા

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બોમ્બ ફેંકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લીંબડી બેઠકનાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા વિવાદિત નિવેદન આપતા જોઇ શકાય છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે. સ્ટિંગ ઓપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઇ અજાણ્યા વ્યક્તિ સામે હિંદીમાં વાત કરી રહ્યા છે. ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ખરીદ વેચાણના ગંભીર આક્ષેપો કર્યા છે. 
સોમા ગાંડાનું Sting Viral: ભાજપ નાણા આપી ધારાસભ્ય ખરીદે છે, મોઢવાડીયાને બનાવ્યા જુઠવાડીયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બોમ્બ ફેંકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લીંબડી બેઠકનાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા વિવાદિત નિવેદન આપતા જોઇ શકાય છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે. સ્ટિંગ ઓપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઇ અજાણ્યા વ્યક્તિ સામે હિંદીમાં વાત કરી રહ્યા છે. ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ખરીદ વેચાણના ગંભીર આક્ષેપો કર્યા છે. 

કોંગ્રેસ અમિત ચાવડાએ આ વીડિયો અંગે જણાવ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે સોમા ગાંડા સ્પષ્ટ રીતે પૈસા લઇને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરે છે. ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે. જેમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા પૈસાના જોરે પડ્યા હોવાનો ઉલ્લેખ છે. આ ઘટના અંગે તપાસ થવી જોઇએ. જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ. મોઢવાડીયાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને પૈસાના જોરે ખરીદ્યા છે અને ગુજરાતની જનતા પર પરાણે પેટા ચૂંટણી થોપી છે. બાકી અન્ય ધારાસભ્યોને ટિકિટ પણ આપવામાં આવી છે. પૈસા ઉપરાંત તેમને બોર્ડ નિગમના ચેરમેન તરીકેની લાલચ પણ આપવામાં આવી છે. 

આ વાયરલ વીડિયો બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના પ્રમુખ સી.આર પાટિલ અને પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સી.આર પાટીલે જણાવ્યું કે, સોમા ગાંડાએ રાજીનામું આપ્યું ત્યારે હું પ્રમુખ નહોતો મારા તેમાં સમાવેશ કરવાનો કોઇ સવાલ જ નથી. બીજુ કે પાર્ટી પ્રમુખ તરીકે હું સ્પષ્ટ રીતે માનું છું કે, આ વ્યક્તિ સોમા ગાંડા હોય તો કોંગ્રેસે તેમનો ચહેરો દેખાય તેવો વીડિયો વાયરલ કરવો જોઇએ. અમિત કોળી સમાજના એક મોટા આગેવાનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ભાઇએ કોળી સમાજની માફી માંગવી જોઇએ. ગુજરાતની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ આત્મમંથન નથી કરતી એટલે 25 વર્ષથી હારી રહી છે. આગામી 25 વર્ષ પણ હારે તેવી શક્યતા છે. સી.આર પાટીલે જણાવ્યું કે, અમિત ભાઇ પોતાની બાજુમાં બેઠેલા જુઠવાડીયાને કારણે જુઠ્ઠુ બોલતા હશે. બાકી આ વીડિયો સાથે મારે કોઇ જ લેવા દેવા નથી. આ ગંભીર આક્ષેપ છે હું પણ માનુ છુ કે, પોલીસે વીડિયોમાં કોણ છે તેની તપાસ કરવી જોઇએ અને વીડિયોમાં દેખાતી વ્યક્તિને પુછવું જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news