Anand News : કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવીને તેની કામલીલાનો ખેલ પાડવાનો કારચો આણંદની સરકારી ઓફિસમાં રચાયો હતો. જેમાં કલેક્ટર ડીએસ ગઢવીને તો પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પરંતું તેની સામે કલેક્ટર ઓફિસની મહાખેલાડી કેતકી વ્યાસનો ખેલ ખુલ્લો પડ્યો છે. જમીનની ફાઈલો ક્લિયર કરાવવામાં જ કેતકી વ્યાસે આખું ષડયંત્ર રચ્યુ હતું. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ અને હરીશ ચાવડાએ મળીને કલેક્ટરનો ખેલ પાડી દીધો. આ માટે જેડી પટેલના કહેવાથી હરીશ ચાવડાએ ડીએસ ગઢવી પાસે મોકલવા માટે છોકરીની વ્યવસ્થા કરી હતી. લંપટ કલેક્ટરની ઈચ્છા પામી ગયેલા ત્રણેય ખેલાડીઓએ પોતાની ફાઈલો પાસ કરાવવા માટે આખું તરકટ રચ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે કેતકી વ્યાસ
GAS કેડરના અધિક નિવાસી કલેક્ટર તરીકે RAS કેતકી વ્યાસ કામ કરે છે. આ ઘટનાના માસ્ટરમાઈન્ડ કેતકી વ્યસ સહિત ત્રણ સામે ખઁડણી, કાવતરું અને આઈટી એક્ટ હેઠળના ગુના નોંધાયા છે. કેતકી વ્યાસ કલેક્ટરની ચાલચલગતની વાકેફ હોવાથી તેનો ફાયદો ઉઠાવવા સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી. 


કલેક્ટર ગઢવીને ફસાવવા કેતકી વ્યાસે ખેલ કર્યો, જમીનની ફાઈલ પાસ કરાવવા યુવતી મોકલી


જોકે, આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઈન્ડ કેતકી વ્યાસ અઠંગ ખેલાડી હોવાનું સરકારી વર્તુળમાં કહેવાય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેતકી વ્યાસના છેડા ભાજપના અનેક મોટા માથા સુધી અડે છે. તે અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. તેના ભાજપના સ્થાનિક નેતાઓ સાથે સંડોવણી હોવાનું ચર્ચાય છે. ભાજપના નેતાઓએ આ ત્રણ કૌભાંડીઓને પીઠબળ આપ્યું હોવાનું આણંદની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે એ નેતા કોણ છે તેના નામ સામે આવ્યા નથી. પરંતુ જમીનની ફાઈલો સાથે જોડાયેલા કિસ્સા ખુલશે તો તે નામ પણ જલ્દી જ ખૂલે તેવુ દેખાઈ રહ્યું છે.  


મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથે ઈલુ ઈલુ કેસમાં મોટો ખુલાસો, પ્રેમીએ જ કર્યો કાંડ


એવું પણ કહેવાય છે કે, અગાઉ કેતકી વ્યાસનું પોસ્ટીંગ મહેસાણામાં હતી ત્યારે તે ખોટું કારણ આપીને રજા પર ઉતરીને દ્વારકા ફરવા ગઈ હતી. ત્યારે તેનો ઉપરી અધિકારીએ ઉધડો લીધો હતો. ત્યારે મહેસાણાના એક પાટીદાર નેતા અને ભાજપ એક દિગ્ગજ નેતાએ કાર્યવાહી ન કરવા સૂચના આપી હતી. આમ, કેતકીના વ્યાસના છેડા ઉપર સુધી પહોંચેલા છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. 


ગુજરાત સરકારના આ નિર્ણયે જીતી લીધું દિલ, આ તારીખ સુધી થઈ જશે તલાટીની ભરતી


આણંદ કલેકટર વિડીઓ પ્રકરણમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર મોકલાયા. આરોપી કેતકી વ્યાસ સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. LCB પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે મંગળવાર સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.