મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથે ઈલુ ઈલુ કેસમાં મોટો ફણગો ફૂટ્યો, પ્રેમીએ જ કર્યો હતો કાંડ

Love Story Viral : ભરૂચ જિલ્લાના રાજકીય પક્ષના ૪૫ વર્ષની મહિલા અગ્રણીના ૩૫ વર્ષના યુવાન સાથેના ફોટા વાયરલ થયા હતા.... જેમાં પ્રેમીએ જ કઢંગી ફોટા વાયરલ કર્યા હોવાનું ખૂલ્યું 
 

મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથે ઈલુ ઈલુ કેસમાં મોટો ફણગો ફૂટ્યો, પ્રેમીએ જ કર્યો હતો કાંડ

Bharuch News ભરૂચ : થોડા સમય પહેલા ભરૂચ ભાજપમાં એક 45 વર્ષીય મહિલા અગ્રણી અને તેનાથી 10 વર્ષ નાના યુવકના પ્રેમપ્રકરણનો કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. વડોદરા ભાજપનો કાર્યકર યુવકને ભરૂચ ભાજપ મહિલા પ્રમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કરતી ફરિયાદરૂપી અરજી આવતા જ સમગ્ર ભાંડો ખુલ્લો પડ્યો હતો. ભરૂચની આ એક છોટી સી લવ સ્ટોરી વાયુવેગે વાયરલ થઈ હતી. બંનેના સંબંધોમાં અંતે કડવાશ આવતા વાત પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારે આ કેસમાં હવે મોટો ફણગો ફૂટ્યો છે. ભાજપના મહિલા નેતાના ફોટો એના જ પ્રેમી યુવકે વાયરલ કર્યા હોવાનું ખૂલ્યું છે. 

ત્રણ માસ અગાઉ ભરૂચ જિલ્લામં ભાજપના મહિલા અગ્રણીના વડોદરાના યુવક સાથેના પ્રેમ પ્રકરણના કિસ્સા અનેક મોબાઈલમાં ફરતા થયા હતા. ઉમરલાયક નેતા અને નાની ઉંમરના પ્રેમીના ફોટો વાયરલ થતા ઉહાપોહ મચી ગયો હતો. ત્યારે મહિલા અગ્રણીએ સાયબર ક્રાઈમમાં અરજી કરી તપાસ કરી હતી. જેમાં ખૂલ્યું કે, મહિલા અગ્રણીના પ્રેમીએ જ મહિલા અગ્રણીના ડ્રાઈવરના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. જેમાં તેણે કઢંગી ફોટો મૂકીને વાયરલ કર્યા હતા. તપાસમાં પ્રેમીનો ભાંડો ફૂટી ગયો છે. સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાથી પ્રેમી આરોપી ચિંતન પ્રભુદાસ પટેલની ધરપકડ કરી છે. જે ભાજપનો કાર્યકર પણ છે. આ ઉપરાંત તે ગુજરાત પ્રદેશ યુવક ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીનું વિઝીટીંગ કાર્ડ પણ રાખે છે. 

મહિલા અગ્રણીની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમની ટીમે ચિંતનની પૂછપરછ કરી હતી. જેમાં પહેલા તેણે ફોટો વાયરલ નથી કર્યા તેવુ રટણ કર્યું હતું. પરંતું બાદમાં સાયબર ક્રાઈમની ટીમે ઝીણવટથી તપાસ કરી હતી. જેમાં ચિંતને જ આ કાંડ કર્યો હોવાનું ખૂલ્યુ હતું. ચિંતનનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. જેમાં તેણે મહિલા અગ્રણીના ડ્રાઈવરના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ખૂલ્યુ હતું. હાલ ચિંતન પટેલની ફોટો એડિટ કરીને તેને ખોટી રીતે વાયરલ કરવા અંગે ધરપકડ કરવામાં આવી છે.  

પ્રેમ સંબંધમાં વાંકું ક્યા પડ્યું 
યુવક દ્વારા કરાયેલી અરજીમા તેણે જણાવ્યું કે, મહિલા નેતા સાથે છેલ્લા ત્રણ વર્ષથી તેના સંબંધ હતા, અને તેઓ ઘણીવાર સાથે મળ્યા પણ છે, ફર્યા પણ છે અને એ તમામ કાર્ય કર્યા છે, જે સમાજને સ્વીકાર્ય ન હોય. મહિલા મોરચાના પ્રમુખની કામવાળી, ડ્રાઇવર અને તેની દીકરી પણ તેને સારી રીતે ઓળખે છે. તેમજ જ્યારે તેના પતિ બહાર ગયા હોઈ ત્યારે તેને ઘરે પણ બોલાવતા હતા. યુવક સાથે ટેલીફોનિક વાત દરમ્યાન નાણાંકીય લેવડદેવડ અંગે પૂછ્યું ત્યારે તેણે જણાવેલ કે બંને જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાને નાણાકીય મદદ પણ કરતા હતા. પરંતુ ડખો ત્યારે ઊભો થયો જ્યારે કોઈ ચેટિંગના મેસેજને લઈને શંકા કુશંકાઓ સર્જાઈ અને પછી છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે ઝગડા થવાના શરૂ થયા. સાથે જ મહિલા પ્રમુખની મિત્રના નામ પર યુવક જ્યારે ડાઉન પેમેન્ટ ભરી અને કાર લાવ્યો અને ત્યારબાદ 6 હપ્તા ભર્યા. બાકીના હપ્તા ભરી ન શકતા મહિલા પ્રમુખની મિત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદના આધારે યુવકની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જેથી આખો મામલો સપાટી પર આવ્યો અને યુવકે આખરે કંટાળીને ફોટા whatsapp ગ્રુપમાં વાયરલ કર્યા. 

તો પોતાની કઢંગી તસવીરો વાયરલ થતા જ મહિલા નેતા બેબાકળા થયા હતા. તેઓએ આ વાતને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. આમ, ભરૂચની આ લવસ્ટોરી વાયરલ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news