ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એક વખત સીટી બસનો કહેર સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવીતના બંને પગમાં ફેક્ચર થઇ ગયા છે. જોકે યુવતીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.યુવતીના બંને પગ બસના પાછળના પેંડામાં આવી જતા તેઓના પગમાં ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના જ ધારાસભ્યનો ખુલ્લો મોરચો : છેલ્લી ઘડીએ મળી હતી ટિકિટ, હવે ભાજપને ભારે પડશે


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ફરી એક વખત સીટી બસનો કહેર સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવીતના બંને પગમાં ફેક્ચર થઇ ગયા છે. જોકે આ ઘટમાં આજથી સાત દિવસ પહેલાની છે એટલે કે 21 જાન્યુઆરીના રોજ શહેરના સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ યુનિક હોસ્પિટલ પાસે 25 વર્ષીય યુવતી જેઓ સીટી બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેનો એક પગ દાદર પાસે અને બીજો પગ નીચે હતો. 


શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!


એટલે કે તેઓ બસમાંથી બરાબર ઉતરી શક્યા ન હતા ત્યારે જ સીટી બસ ચાલકે બસ હાંકતા જ યુવતી પડી ગઈ હતી અને તેમના બંને પગ બસના પાછળના પેંડામાં આવી જતા તેઓના પગમાં ગંભીર રીતે ઇજાગ્રત થતા તેમને તાત્કાલિક સ્થાનિકો દ્વારા જ ઊંચકીને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 


આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકો કમાણી ખાશે!


તપાસ દરમિયાન સીટીબસના અકસ્માતમાં ભોગ બનનાર યુવતીનું નામ અર્ચના મધુકર ઓંતારી હોવાનું બહાર આવ્યું હતું. જે પાડેસરા વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ નગરમાં રહે છે. અને તેઓ ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચાલે છે. તેમના પિતા ખાનગી કંપનીમાં વોચમેનનું કામ કરે છે. 


ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...


મહત્વનું છે કે, પરિવારે ન્યાય માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. અકસ્માતનો ભોગ બનેલી યુવતી માતા-પિતા અને માનસિક અસ્વસ્થ ભાઈનો આધારસ્તંભ છે. અકસ્માતનો ભોગ બનેલી યુવતીને સાજા થવામાં પાંચ-છ માસનો સમય લાગે તેવું દેખાઈ રહ્યું છે.