રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ ગઈ કાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. કેગએ સરકારના ખર્ચ અંગે મહત્વનો ઉલ્લેખ કર્યો છે. કેગના રિપોર્ટમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ થયો છે. જે બતાવે છે કે ગુજરાત સરકારનો વહીવટ અંધેર નગરી જેવો છે. કેગનો રિપોર્ટમાં જે રીતે ઉલ્લેખ કરાયો છે તે સ્પષ્ટ દેખાય છે કે, ગુજરાત સરકારનો વહીવટ અણઘડ સાબિત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેગના રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે મોંઘા સાધનો મંગાવી તો લેવાય છે પરંતુ તેની સાચવણી થતી નથી. એટલે કે જાળવણીનો અભાવ છે. રિપોર્ટ મુજબ દરિયાના ખારા પાણીને પ્યુરિફાય કરીને પીવાલાયક બનાવતી ઈઝરાયેલથી આવેલી ટેક્નોલોજી (જીપ ટેક્નોલોજી) સાવ એળે ગઈ. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે 12.56 કરોડના ખર્ચે આવી 7 જીપનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જીપમાં જે પ્યુરિફાય કરનારું યંત્ર છે તેને કેપેસ્ટી દૈનિક 20 થી 80 હજાર લિટર પાણી શુદ્ધ કરવાની હતી પરંતુ તેની જગ્યાએ ફક્ત 5થી 7 હજાર લિટર પાણી જ શુદ્ધ કરાતું હતું. એટલું જ નહીં આવી જીપ કચ્છ અને દ્વારકમાં સાવ ધૂળ ખાતી હતી. જે ખરેખર આઘાતજનક કહી શકાય.


પાકિસ્તાન સરકાર પર ભારતે કરી મોટી કાર્યવાહી! અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લગાવી રોક


1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના ટોલ ટેક્સમાં થશે વધારો, જાણો કેટલા ચૂકવવા પડશે


"UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી"


શું છે આ ટેક્નોલોજી
અત્રે જણાવવાનું કે આ જીપથી સમુદ્રનું સાવ ખારું પાણી પીવાલાયક શુદ્ધ બનાવી શકાય છે. આ એક એવું મશીન છે કે કોઈ પણ ઋતુમાં કામ કરે છે અને તેની સ્પીડ અંદાજે 90 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ મશીનને બે માણસો ઓપરેટ કરી શકે તેવું છે. આ જીપ જીએલમોબાઈલની છે. આ જીપની ખાસ વાત એ છે કે તે સમુદ્રના સાવ ખારા પાણીને પીવાલાયક બનાવે છે. પીએમ મોદી ઈઝરાયેલ ગયા હતા ત્યારે તેમણે પણ આ જીપ દ્વારા ફિલ્ટર કરાયેલું પાણી પીધુ હતું. 


આ અંગે કંપનીની વેબસાઈટ પર જણાવ્યાં મુજબ આ જીપ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેને કોઈ એક સ્થળેથી સેટ કરીને કામગીરી કરવાની જરૂર હોતી નથી. ઓટોમેટિક હોવાથી સરળતાથી તે ઉપયોગમાં લઈ શકાય છે. એક ખાસ વાત એ પણ છે કે તેને સેટ કર્યા બાદ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ મશીન આપોઆપ વીજળી ઉત્પન્ન કરી લે છે. એટલું જ નહીં આ મશીન દ્વારા જે પાણી શુદ્ધ કરાય છે કે તે WHO દ્વારા પ્રમાણિત કરેલું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube