Nursing Coure Demand : ધોરણ-12 પછી કયા ફિલ્ડમાં જવુ, કઈ સ્ટ્રીમમાં એડમિશન લેવું તેનુ ટેન્શન વિદ્યાર્થીઓ અને વાલીઓને હોય છે. મોટાભાગે બધા એન્જિનિયરિંગ, ડોક્ટર, એમબીએસ તરફ વળે છે. પરંતુ એક કોર્સ એવો છે, પણ જેને કરતા જ તરત નોકરી મળી જાય છે. અને જો તમારો વિદેશમાં જવાનો પ્લાન હોય તો આ કોર્સ થકી તમે વિદેશમાં પણ સારા પેકેજની નોકરી મળી જશે. દેશ અને દુનિયામાં બીએસસી નર્સિંગ કરનારાઓની ડિમાન્ડ છે અને તેમને તુરંત નોકરી મળી જાય છે. આ નિર્ણયથી દેશ અને દુનિયાની જરુરીયાત પુરી થઈ શકશે. આજે ભારતીય નર્સિસ દુનિયાના કેટલાય દેશોમાં પોતાની સેવા આપી રહી છે. જાણીએ નર્સિંગમાં કેવી રીતે કરિયર બની શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક દેશોમાં નર્સિંગની ડિમાન્ડ
વિશ્વભરમાં નર્સની ડિમાન્ડ સતત વધી રહી છે. આ એક હાઈપ્રોફાઈલ જોબ ગણવામાં આવે છે. લોકો ભલે તેને સેવાના કામ સાથે જોડાતા હોય, પરંતુ તેમાં સારુ પેકેજ પણ મળી રહે છે. તમે નર્સિંગ બેસ્ટ કરિયર બનાવી શકો છો. ખાસ કરીને કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આ ફીલ્ડમાં રોજગારીની અનેક તકો છે. 


અમેરિકા જવાનુ સપનુ જોનારા જરૂર વાંચે, યુએસએ જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ


નર્સિંગ માટે શું જરૂરી છે 
નર્સિંગ માટે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રવાહમાં તેમનું ધોરણ 12મું પૂર્ણ કર્યું હોવું જોઈએ. જો કે વિજ્ઞાન પ્રવાહ અને જીવવિજ્ઞાન વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉપરાંત ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ. GNM નર્સિંગ કોર્સ ઓફર (Offer) કરતી કેટલીક ટોચની મેડિકલ કોલેજો 60% માર્ક્સ માંગે છે. તેઓએ તેમના GNM નર્સિંગ પ્રવેશ પરીક્ષાના પરિણામમાં જરૂરી ન્યૂનતમ નંબર મેળવ્યા હોવા જોઈએ. નર્સિંગ કોર્સમાં એડમિશન માટે એન્ટ્રેસ એક્ઝામની વેલિડ માર્કશીટ જરૂરી છે. નર્સિંગમાં રોજગાર માટે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલની સાથે રજિસ્ટ્રેશન હોવું જોઈએ. 


કેનેડામાં પગ મૂકતા પહેલા આ જાણી લેજો, ત્રણ મહિનામાં 3 ગુજરાતી યુવકોના મૃતદેહ મળ્યા


નર્સિંગ બાદ પગાર કેટલો મળે છે 
નર્સિંગની ડિગ્રી એકવાર હાથમાં આવી જાય તો શરૂઆતમાં મહિને 7-17 હજારનો પગાર મળે છે. તેના બાદ તમારા અનુભવ પ્રમાણે પગાર વધતો જાય છે. વધુ અનુભવ ધરાવનારા નર્સને 48-72 હજાર સુધીનો પગાર મળે છે. આ ઉપરાંત ભારત અનેક દેશમાં નર્સને મોકલનારો સૌથી મોટો દેશ બની ચૂક્યો છે. સારા સેલરી પેકેજ માટે અનુભવ થયા બાદ તમે વિદેશમાં પણ આ ફીલ્ડમાં રોજગારી મેળવી શકો છો.


કૂવામા નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, જૂની પરંપરાથી કરાઈ વરસાદની આગાહી


વિદેશમા ક્યાં ક્યાં ડિમાન્ડ
ભારતમાં હવે હેલ્થકેર સેક્ટર વિકસી રહ્યું છે. ભારતમાં હવે અનેક મોટી મોટી હોસ્પિટલ બની રહી છે. જ્યાં નર્સિંગ સેક્ટરના લોકો માટે મોટી તક છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ તથા મધ્ય-પૂર્વ દેશમાં રોજગાર મેળવતી નર્સનો પગાર આનાથી પણ વધારે હોય છે.


18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos