કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, જૂની પરંપરાથી કરાઈ ચોમાસાની ભવિષ્યવાણી

Jamnagar monsoon prediction by old rituals મુસ્તાક દલ/જામનગર : જામનગરના નાનકડા એવા આમરા ગામે વરસાદનો વરતારો જોવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામ લોકો કુવા ખાતે એકઠા થયા હતા. સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ઢોલ નગારા સાથે રોટલા લઈ ગ્રામજનો કુવા પાસે પહોંચે છે. રોટલાને કૂવામાં ફેંકે છે, અને રોટલો જે દિશામાં જાય એ દિશામાં વરસાદો વરતારો કાઢવામા આવે છે. ત્યારે આ વર્ષે રોટલો કયા દિશામાં ગયો અને આ વર્ષનુ ચોમાસું કેવુ જશે તે આ પ્રથા મુજબ જાણીએ. જોકે, કૂવામાં ઊગમણી દિશાએ જતા સારા વરસાદની ગ્રામજનોને આશા છે. 

Gujarat weather forecast :

1/11
image

જામનગર જિલ્લાના આમરા ગામે વરસાદનો વરતારો જોવાની 150 વર્ષ કરતા વધારે જૂની પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી. કુવામાં રોટલો નાંખી અને વરસાદનો વરતારો જોવામાં આવ્યો, રોટલો કૂવામાં ઊગમણી દિશાએ જતા સારા વરસાદની ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે.

Gujarat weather forecast :

2/11
image

જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા 150 વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. 

Gujarat weather forecast :

3/11
image

પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ-નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજની વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે.

Gujarat weather forecast :

4/11
image

આમરા ગામના આગેવાન રણછોડ પરમારે જણાવ્યું કે, દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું અમારા પૂર્વજોએ અમને જણાવ્યું હતું.

Gujarat weather forecast :

5/11
image

જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે. જો કે આ વર્ષે ઉગમણી દિશામાં રોટલો કૂવામાં પડતાં ગ્રામજનોએ સારા વરસાદની આગાહી કરી છે

Gujarat weather forecast :

6/11
image

Gujarat weather forecast :

7/11
image

Gujarat weather forecast :

8/11
image

Gujarat weather forecast :

9/11
image

Gujarat weather forecast :

10/11
image

Gujarat weather forecast :

11/11
image